🔥 TRENDING जय श्री राम 26 ನವೆಂಬರ್‌ದ ಹಬ್ಬದ ಉಲ್ಲಾಸಭರಿತ ಆಚರಣೆ ಜನ... Manoj Bajpayee Recalls Raveena Tandon'... अररिया के 70 वर्षीय साधु की दान भूमि क... Prof S Gurumurthy Criticises Tamil Nad... Aide of Former Tamil Nadu Minister KN...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા, હિંમતનગરમાં ₹23 કરોડનું નવું પુલનું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 11:30 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર-ખેડ-તસિયા રોડથી હાથમતી નદી ઉપર બનેલું નવું પુલ આજ લોકાર્પણ કરવામાં આવ્યું, જે મોતીપુરા,બળવંતપુરા અને અન્ય ગામો માટે ટૂંકો માર્ગ પ્રદાન કરશે..

સાબરકાંઠાના-:
હિંમતનગર-ખેડ-તસિયા રોડથી મોતીપુરા તરફ હાથમતી નદી ઉપર અંદાજિત ₹23 કરોડ ખર્ચે બનેલું નવનિર્મિત પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા વિશેષ ઉપસ્થિત રહી.પુલની શરૂઆતથી મોતીપુરા, બળવંતપુરા, નવો તેમજ આસપાસના ગામોના નાગરિકો વિજાપુર, મહેસાણા અને અંબાજી તરફ જવા માટે ટૂંકો અને સરળ માર્ગ મેળવશે,સાથે શહેરના ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે..

લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ,નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, બાંધકામ ચેરમેન અમરતભાઈ પુરોહિત, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, કાર્યપાલક ઈજનેર આર.ડી. ધ્રુવ, એસ.ઓ. નિર્મલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી પ્રકાશભાઈ વૈદ્ય, પરીક્ષિત વખતારીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા, વિમલભાઈ ઉપાધ્યાય, દંડક શશીકાંતભાઈ સોલંકી સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, પક્ષના આગેવાનો, શહેરના શ્રેષ્ઠિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.પુલની શરૂઆત સાથે સ્થાનિક નાગરિકોમાં હર્ષ અને આનંદની લાગણી જોવા મળી, અને આ માળખું પ્રદેશની પરિવહન વ્યવસ્થા અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
📲Get App