🔥 TRENDING ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તાપી જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર, સુરક્ષા માટે 'ઝીરો કેઝ્યુઅલ્ટી' અભિગમ
Local

તાપી જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર, સુરક્ષા માટે 'ઝીરો કેઝ્યુઅલ્ટી' અભિગમ

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 31 Jul 2026, 06:48 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષા માટે તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં આવતીકાલે સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અભિગમ સાથે લેવામાં આવ્યો છે, જેથી જાનમાલનું નુકસાન ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના માધ્યમથી વીડિયો કોન્ફરન્સની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સંબંધિત વિભાગીય અધિકારીઓને વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું.

શ્રી ચૌધરીએ ઓવર ટોપિંગ વાળા રસ્તાઓ પર બેરિકેટિંગ કરવાની અને 24×7 કંટ્રોલરૂમ કાર્યરત રાખવાની નિર્દેશ આપ્યો. આ પગલાંઓથી સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
📲Get App