स्थानीय
સાબરકાંઠા ના તખતગઢ ગામમાં જલ શક્તિ મંત્રાલયના અધિક સચિવ કમલ કિશોર સોઆનની મુલાકાત..
મહામંત્રીના અધિક સચિવ અને નેશનલ જલ જીવન મિશનના મિશન ડિરેક્ટરે તખતગઢમાં પાણી પુરવઠા, જળ સંરક્ષણ અને વરસાદી પાણી સંગ્રહ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું..
સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના તખતગઢ ગામમાં ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ અને નેશનલ જલ જીવન મિશન (NJJM)ના મિશન ડિરેક્ટર કમલ કિશોર સોઆનનું મુલાકાત લેવાયું.તેઓએ ગામમાં પાણી પુરવઠા,જળ સંરક્ષણ અને વરસાદી પાણી સંગ્રહ માટે થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને પાણી સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી..
મુલાકાત દરમિયાન તેમણે પીવાના પાણીના પુરવઠા માટે સ્થાપિત થયેલ સિસ્ટમ જળ સંરક્ષણના પ્રયત્નો અને પાણી મીટરની સ્થાપન સહિતની વ્યવસ્થાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું.વડાપ્રધાનના "કેચ ધ રેઇન" અભિયાનને સફળ બનાવવા માટે જળ સંરક્ષણ અને કરકસરયુક્ત પાણી ઉપયોગ માટે માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા.મહિલા પાણી સમિતિના કાર્યની પ્રશંસા કરતા તેમણે જણાવ્યુ કે હાલની પાણી વ્યવસ્થાપન કામગીરી અને જળ સંરક્ષણ ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહે,જેથી ગ્રામજનો વધુ પાણી બચાવી શકે.સમિતિને વધુ સક્રિયતા સાથે કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું..
ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવા માટે સામૂહિક ટાંકોની રચનામાં સરકારની સહાયની માંગણી કરવામાં આવી.આ પ્રસંગે પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરના મુખ્ય ઇજનેર ભાવિક રાઠોડ,મુખ્ય ઇજનેર એમ જી શેખ,અધિક્ષક ઇજનેર હેમંત રાજપૂત,ગામના સરપંચ ભગવતીબેન પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.મુલાકાત બાદ તમામ પક્ષોએ પાણી વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ સંબંધિત યોજનાઓને વધુ મજબૂત બનાવવા માટે સહકાર આપવાનો પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.