🔥 TRENDING फारबिसगंज में लावारिस गौ माताओं की मौत... नारौली डांग में खुशबू मीणा की जीत पर न... ଭୋଗରାଇ ଇସ୍କନ ମନ୍ଦିରରେ ରାଧା-ରାଣୀଙ୍କ ଭବ୍... रोहट वार्ड 9 में पंचायत समिति चुनाव मे... Avneet Kaur and Aneet Padda Set Weddin... Shah Rukh Khan’s Upcoming Film Set to...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિદ્યાર્થીઓ સાથે પંગતમાં બેઠા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાદું ભોજન લઈ સાધ્યો આત્મીય સંવાદ, સાદગી અને સમાનતાનું આપ્યું પ્રેરક ઉદાહરણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Nov 2026, 03:27 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ૭૨ કલાકના વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે નવા વાઘપરા આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે પંગતમાં બેસીને સાદું ભોજન ગ્રહણ કર્યું હતું. મંત્રીશ્રીના આ સાદગીભર્યા અને આત્મીય અભિગમથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમંત્રીશ્રીએ કોઈ વિશેષ ઔપચારિકતા વિના વિદ્યાર્થીઓ જે પંગતમાં બેસીને ભોજન લેતા હતા, તે જ પંગતમાં તેમની સાથે બેસીને ભોજન લીધું હતું. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમની વચ્ચે સમય વિતાવ્યો હતો. રાજ્યમંત્રીને પોતાની સાથે સામાન્ય રીતે ભોજન કરતા જોઈ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ થયા હતા.

મંત્રીશ્રીની આ મુલાકાતે સાદગી, સમાનતા અને સંવેદનશીલતાનો સુંદર સંદેશ આપ્યો હતો. પદ અને હોદ્દાની ઔપચારિકતાથી દૂર રહી વિદ્યાર્થીઓ સાથે પંગતમાં બેસીને ભોજન ગ્રહણ કરવાનો આ પ્રસંગ નર્મદા જિલ્લાના પ્રવાસની યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
📲Get App