🔥 ट्रेंडिंग मध्य प्रदेश ने नवी मुंबई में मिली शेर... जालंधर पुलिस कमिश्नर ने रात में सुरक्ष... एनएच‑331 पर तेज टक्कर में दो युवाओं की... प्रधानमंत्री मोदी ने 140वें 'मन की बात... 11 शहरों में फैला धोखाधड़ी जाल ग्वालिय... હારીજમાં કેબલ ચોર ટોળકીનો પર્દાફાશ, રૂ...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામ સ્વચ્છતાના નામે ધજાગરા

✍️ रिपोर्टर: ખાંટ મનુભાઈ 🗓 29 नव. 2026, 02:16 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
BREAKING મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં સ્વચ્છતાના નામે ધજાગરા!

સ્વચ્છતા સામે બેદરકારીના આક્ષેપો, ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો

ખેડા જિલ્લાના મહેમદવાદતાલુકાના હલધરવાસ ગામમાં સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગામમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી હોવા છતાં ગંદકી અને સફાઈની સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગામમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ સીમિત છે કે પછી ખરેખર જમીન પર કામગીરી થઈ રહી છે, તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. જો ગામમાં ગંદકી અને કચરાની સમસ્યા હોય તો તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ રહે છે.

તંત્ર ક્યારે જાગશે?

હલધરવાસ ગામમાં સ્વચ્છતા જાળવવા માટે જવાબદાર તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે કે નહીં? કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા છે કે નહીં? ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?

આવા અનેક સવાલો વચ્ચે ગ્રામજનોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ કરી સ્વચ્છતાની સ્થિતિ સુધારે અને જરૂરી કાર્યવાહી કરે.

રિપોર્ટર: ખાંટ મનુભાઈ
NEED24
જનતાનો અધિકાર, અમારો અવાજ
📲Get App