🔥 TRENDING Tinsukia’s Maguri Beel Launches Island... करौली में आईएफडब्ल्यूजे ने पत्रकारों क... Mankachar Police Detain Man Over Suspe... गोपालगंज स्टेशन पर यात्री रवि सिंह की... Guru Singh Sabha Gurudwara Marks Guru... BJP MP Bansuri Swaraj Criticises Rahul...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ: ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ કરી પિતાની હત્યા, ઉગ્ર બોલાચાલી બાદ માથામાં ઈંટ મારતાં મોત

✍️ Reporter: Kishan Tank 🗓 29 Nov 2026, 07:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ પિતાની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના ઘટી છે. 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારીને પિતાની હત્યા નીપજાવી હતી. પરિવારે શરૂઆતમાં મૃતક દારૂના નશામાં પડી જવાથી મોત થયું હોવાનું કહ્યું હતું. જો કે, પોલીસને શંકા જતાં તપાસ બાદ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે મૃતકને પત્નીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રી સામે BNSની 103(1I) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ભોજપરાના રહેવાસી લક્ષ્મણભાઇ સોમાભાઇ બગડા છેલ્લા ઘણાં સમયથી કોઈ કામધંધો કરતાં ન હોવાથી અને દારૂનું વ્યસન હોવાના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જો કે, લક્ષ્મણભાઇના પત્ની હંસાબહેન અને તેમની દીકરીઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 28 નવૈમ્બરના રોજ હંસાબહેન મજૂરી કામ કરીને સાંજે ઘરે પરત કર્યા ત્યારે પતી લક્ષ્મણભાઈ અને પુત્રી ભૂમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલી ભૂમિકાએ પિતાના માથાના ભાગે ઈંટ મારતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પરિવારે મૃતક લક્ષ્મણભાઇને ગોંડલની સિવિલ હોસિ્પટલમાં લઈ ગયા હતા. જ્યાં દારૂ પીને પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. પરંતુ ડૉક્ટર અને પોલીસને શંકા જતાં માતા-પુત્રીની વધુ પૂછપરછ કરતાં સમગ્ર ઘટના જણાવી હતી. હત્યાના બનાવ મામલે ગોંડલ તાલુકા પોલીસે આરોપી પુત્રી ભૂમિકા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App