🔥 TRENDING % ઈન્ક્રીમેન્ટ, 5 પ્રમોશન અને 15 લાખનો... कल्याणपुर क्रॉसिंग के हालात दिन-ब-दिन... स्वास्थ्य मंत्री निशांत कुमार ने पटना... Hemant Calls on Jharkhand Youth to Dri... Jharkhand Mukti Morcha delays decision... बांका जिले के चांदन में बीआरसी भवन पर...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

શેખ હસીનાને જરા પણ ચોટ લાગશે તો બાંગ્લાદેશમાં અગન જ્વાળા ફેલાઈ જશે

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 11:38 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ આપેલી ચેતવણી
બાંગ્લાદેશ જે દિવસે 'આઝાદ' થયું તે દિવસે ૧૬મી ડિસેમ્બરને હસીનાએ ગૃહવાપસી માટે નિશ્ચિત કર્યો છે : હજી ત્યાં ભારેલો અગ્નિ છે
ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ૧૬મી ડિસેમ્બરના 'વિજય દિવસે' બાંગ્લાદેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. તઓ બે વર્ષ સુધી ભારતમાં રાજદ્વારી આશ્રય લઈ રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને જાહેર કર્યું છે કે, 'શેખ હસીના બાંગ્લાદેશમાં પગ મૂકશે કે તુર્ત જ તેમને ગિરફતાર કરી જેલ ભેગા કરી દેવાશે. તે પછી તેઓ ઉપર હત્યાઓ તથા ભ્રષ્ટાચાર સહિતના આરોપોને લીધે કાનૂની કાર્યવાહી કરી, ફાંસી પણ આપવામાં આવશે.
આ બધું જાણતા હોવા છતાં બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબ-ઉર- રહેમાનના પુત્રી શેખ હસીનાએ ૧૬મી ડિસેમ્બર- જે દિવસે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન મટી બાંગ્લાદેશ તરીકે જગમંચ પર ઉપસ્થિત થયું.
વાસ્તવમાં શેખ હસીના જો બાંગ્લાદેશ પાછા ફરે તો તારિક રહેમાનની સરકારે વિદાય જ લેવી પડે તેથી હસીના ઉપર તારિક સરકારે માનવ હત્યા, ભ્રષ્ટાચાર વગેરેના મનઘડંત આક્ષેપો મુકી પહેલા તેમને કારાવાસમાં રાખી પછી 'કહેવાતી' કાનૂની વિધિ કરી તેઓને ફાંસી આપવાનો નિર્ણય કર્યો છે. જે સામે પેન્ટાગોનના આ પૂર્વ અધિકારીએ ચેતવણી ઉચ્ચારી છે અને કહ્યું છે કે તેથી દેશમાં સંઘર્ષ, હિંસા અને અરાજકતા ફેલાઈ જશે.
ન્યૂયોર્કમાં 'ફ્યુચર ઓફ બાંગ્લાદેશ' નામક પરિસંવાદમાં બોલતા રૂબિને બાંગ્લાદેશમાંના અમેરિકાના રાજદૂત તેમજ બીજા દેશના રાજદ્વારીઓને પણ રૂબિને અનુરોધ કર્યો હતો કે તેઓ તારીક રહેમાનને સમજાવે છતાં તેઓ ન સમજે તો હસીનાના સમર્થકો વિફરી ઉઠશે અને દેશભરમાં વ્યાપક હિંસા અને અંધાધૂંધી ફાટી નીકળશે.
વળી, બીજી તરફ શેખ હસીનાએ સ્વદેશ પાછા ફરવા માટે બાંગ્લાદેશનું નાગરિક વિમાન મોકલવા બાંગ્લાદેશની સરકારને વિનંતી કરી છે. તેમ જ તેઓ માટે નવો પાસપોર્ટ બનાવડાવી આપવા તથા નવા આઇ-કાર્ડ માટે પણ ભારતસ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશનરને પત્ર લખી માકલ્યો છે.
જોવાનું એ રહે છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિ જોતાં ભારત સરકાર જ તેઓને બાંગ્લાદેશ જવા દે. દરમિયાન તારિક સરકાર હસીનાના પ્રત્યાર્પણ માટે ધી હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવા માગે છે.
ટૂંકમાં પરિસ્થિતિ ઘણી ગુંચવાઈ છે.
📲Get App