🔥 TRENDING मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे... कुडवली येथील स्टारशाईन कंपनीवर सीटू (C... Gujarat CM Opens New Meher Samaj Bhava... ନୀଳଗିରିରେ କାର୍-ବାଇକ୍ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା:... Lothal maritime heritage complex nears... લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મા...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

રોહિયાળ તલાટના પાંડકુંડ અને કોલવેરા હિલ સ્ટેશનની મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત

✍️ Reporter: VITHALBHAI CHAUDHARI 🗓 28 Nov 2026, 11:02 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રોહિયાળ તલાટના પાંડકુંડ અને કોલવેરા હિલ સ્ટેશનની મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત

૯૨-કપરાડા વિધાનસભા પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ રોહિયાળ તલાટ ગામ ખાતે આવેલા જળશુદ્ધિકરણ સ્થળ પાંડકુંડની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત લઈ વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને પ્રવાસન વિકાસની સંભાવનાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ કપરાડા તાલુકામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રહેલી શક્યતાઓનું અવલોકન કર્યું હતું. આ પ્રવાસનો હેતુ વિસ્તારના વિવિધ સ્થળોની સ્થિતિ અને વિકાસની સંભાવનાઓનું નિરીક્ષણ કરવાનો રહ્યો હતો.
📲Get App