🔥 TRENDING રાજુલા તાલુકાના નવી બારપટોળી પાસે માધવ... बहराइच के विशेश्वरगंज में दो महिलाओं द... सूरौठ में अटल प्रगति पथ निर्माण पर अति... करौली में नालसा सुरक्षित बचपन अभियान क... फतेहगढ़ उप प्रधान पद के लिए आवेदन दर्ज बहराइच में विधानसभा स्तरीय रोजगार मेले...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અરવલ્લીના પ્રવાસે શામળાજીના દર્શનથી પ્રવાસનો પ્રારંભ, શાળાના બાળકો સાથે નાસ્તો અને આદિવાસી પરિવારો સાથે સહભોજન; ગોઢકુશ્કી ખાતે પરંપરાગત ભજન સંધ્યામાં સહભાગી બન્યા

✍️ Reporter: Pandor Sanjay 🗓 28 Nov 2026, 01:02 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા અરવલ્લી જિલ્લાના ૭૨ કલાકના પ્રવાસે પધાર્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે ભિલોડા-૩૦ વિધાનસભા મતવિસ્તારના શામળાજી તાલુકામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો, આદિવાસી પરિવારો અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
પ્રવાસના પ્રથમ દિવસની શરૂઆત મંત્રીશ્રીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરીને કરી હતી. ત્યારબાદ શામળાજી ખાતે આવેલી શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું
ત્યારબાદ પાંચમહુડી ખાતે એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરે મંત્રીશ્રીએ સહભોજન કરી સાદગી અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી તેમના જીવન, પરંપરા અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી.
સંસ્કૃતિને ઉજાગર કરતી ભજન સંધ્યામાં મંત્રીશ્રી સહભાગી બન્યા હતા. આદિવાસી ભાઈ-બહેનો સાથે પરંપરાગત ભજનોનો આનંદ માણી તેમની સાથે સહભોજન પણ કર્યું હતું.
ખાસ વિશેષતા એ રહી કે મંત્રીશ્રી પ્રવાસ દરમિયાન આદિવાસી સમાજની જીવનશૈલી અને સંસ્કૃતિને આ સમગ્ર પ્રવાસ લોકસંપર્ક, સાદગી, સંવેદનશીલતા અને આદિવાસી સમાજ સાથે આત્મીયતાના અનોખા ઉદાહરણરૂપ બની રહ્યો છે
📲Get App