🔥 ट्रेंडिंग હવે વાહનોના 'ફિંગરપ્રિન્ટ' પરથી કપાશે... गोपालगंज के सदर अस्पताल में नर्सिंग स्... કાનપુરના યુવકને ગૂગલે આપ્યું 2 કરોડનું... ମାଲକାନଗିରି ବାଇପାସ୍ ରାସ୍ତା ନିର୍ମାଣ ଦାବି... डेनमार्क ने संयुक्त आयोग बैठक में भारत... भारत ने उर्वरक उत्पादन क्षमता 4 करोड़...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતના બારડોલીમાં સરપંચ અનામત રોટેશનમાં રાજકીય દખલગીરીના આક્ષેપ સાથે વિરોધ!

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 28 नव. 2026, 11:27 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના બારડોલીમાં સરપંચ અનામત રોટેશનમાં રાજકીય દખલગીરીના આક્ષેપ સાથે વિરોધ!

સુરત જિલ્લાના બારડોલી તાલુકાની 76 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે પ્રસિદ્ધ કરાયેલા સરપંચ પદના અનામત રોટેશનના જાહેરનામા સામે ઉગ્ર વિરોધ ઊભો થયો છે. રાજકીય દબાણ હેઠળ બંધારણીય જોગવાઈઓ અને રોસ્ટર પદ્ધતિનો સરેઆમ ભંગ કરી અનુસૂચિત જાતિ (એસસી) તેમજ અન્ય પછાત વર્ગ (ઓબીસી) ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વથી વંચિત રખાયા હોવાના ગંભીર આક્ષેપ સાથે તાલુકાના જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ મોરચો માંડ્યો છે.


નાગરિકોને અંધકારમાં રાખી બહાર પાડ્યું જાહેરનામું!

સુરત જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીના ગત સોમવારે બહાર પડેલા જાહેરનામા મુજબ બારડોલી તાલુકાની કુલ 76 પંચાયતો પૈકી 75 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રખાઈ છે, જ્યારે માત્ર બાબેન ગ્રામ પંચાયતને સામાન્ય (બિન-અનામત) જાહેર કરાઈ છે. આવેદનપત્ર આપી રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે, બિન-અનુસૂચિત વિસ્તાર તથા નોંધપાત્ર વસ્તી ધરાવતા ગામોમાં રાજ્ય સરકારના નવા નિયમ મુજબ 27 ટકા ઓબીસી અને વસ્તીના ધોરણે એસસી અનામત મળવી જોઈએ. તદુપરાંત બાબેન પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષોથી રોટેશન વગર માત્ર સામાન્ય બેઠક જ ચાલતી હોવાનું જણાવી નિયમોનું ઉલ્લંઘન થયાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે આગેવાનોએ કાર્યકારો સાથે મળી આવેદનપત્ર રજૂ કર્યું

ભારતીય બંધારણના અનુચ્છેદ 243-ઘ (4) તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંકીને બારડોલીના આગેવાનોએ કાર્યકરો સાથે આજે શુક્રવારે મામલતદાર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જાહેરનામાની તાત્કાલિક પુનઃ સમીક્ષા કરી વસ્તીના આધારે બંને વર્ગોને ન્યાય આપવા માંગ કરી છે. જેની નકલ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર અને તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલી આપવામાં આવી છે.
📲Get App