🔥 TRENDING Congress Orders Goa Unit to Seal Allia... Rashmi Gautam Stars in aha's New Horro... ABVP Sweeps Goa University Student Ele... Actress Meenakshi Unnikrishnan's Diver... लखनऊ में 28 और 29 नवंबर को चलेगा मतदात... Punjab Equestrian Festival Captivates...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ખેત બચાઓ અભિયાન અંતર્ગત બાબરોલમાં જિલ્લા કક્ષાનો ખેડૂત સેમિનાર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 28 Nov 2026, 09:31 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહીસાગરની ખેડૂતોની વાત, ખેતીની વાત.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામે આજે ખેત બચાઓ અભિયાન અંતર્ગત એક દિવસીય જિલ્લા કક્ષાના ખેડૂત તાલીમ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સંતરામપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી આશરે 300 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારનો મુખ્ય વિષય હતો, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજી પાકોની ખેતી, બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ અને ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી.

કાર્યક્રમ દરમિયાન મદદનીશ બાગાયત નિયામક શ્રી મનોજ આર. ટાક દ્વારા ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઓઇલ પામ પાકનું મહત્વ, યોગ્ય જમીન અને હવામાનની પસંદગી, ગુણવત્તાયુક્ત રોપાઓનું વાવેતર, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ, પાકની જાળવણી, સમયસર કાપણીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ માર્કેટિંગ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બાગાયત અધિકારી શ્રી સચિન ડી. ધોતી દ્વારા બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ, પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો તથા ઓઇલ પામની ખેતી દ્વારા લાંબા ગાળે વધુ આવક મેળવવાની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ઓઇલ પામ સહિતના વિવિધ બાગાયતી પાકોની ખેતી કરીને ખેતી ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તો આ હતો બાબરોલથી ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીનો સંદેશ. ખેતી બચશે, તો ખેડૂત બચશે.
📲Get App