🔥 TRENDING Suryakumar Yadav Stands By Abhishek Sh... वसीम खान बने उत्तर प्रदेश उर्दू अकादमी... Actor Rishikanth Confident After Leadi... Bumrah's Wicket Drought Raises Questio... Tripura BJP Eyes Clean Sweep in Beloni... બે ટાઈમ બસ સેવા શહેરમાં શરૂ
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગરમાં મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ: તમારું નામ ચકાસી લીધું?

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 28 Nov 2026, 09:36 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો NEED24 NEWS, હું આપની એન્કર આપ સૌનું સ્વાગત કરું છું.

મહીસાગર જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૨૭/૧૧/૨૦૨૬, શુક્રવારના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુસદ્દા મતદારયાદીની ફોટાવાળી નકલ, ફોટા વગરની સોફ્ટકોપી તથા મતદાન મથકોની યાદી આપવામાં આવી હતી.

હવે મહત્વની વાત એ છે કે, તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવનાર છે.

એટલે કે, જો મતદારયાદીમાં આપનું નામ ન હોય, નામમાં કોઈ ભૂલ હોય, કે સરનામામાં ફેરફાર કરવાનો હોય, તો આ સમયગાળામાં અરજી કરી શકાશે.

આ ઉપરાંત તા. ૨૯/૧૧/૨૦૨૬, તા. ૦૬/૧૨/૨૦૨૬ અને તા. ૧૩/૧૨/૨૦૨૬, આ ત્રણેય રવિવારના દિવસોએ તમામ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે.

આ ઝુંબેશમાં સહયોગ આપવા માટે દરેક મતદાન મથક દીઠ બુથ લેવલ એજન્ટની નિમણૂંક કરવા માટે પણ રાજકીય પક્ષોને અનુરોધ કરવામાં આવ્યો છે.

કલેક્ટરશ્રીએ પક્ષના પ્રતિનિધિઓને વહિવટી કામગીરી અંગે કોઈ રજૂઆત કે સૂચન હોય તો તે તંત્ર સમક્ષ મૂકવા માટે પણ જણાવ્યું હતું.

તો મતદાર મિત્રો, આપની મતદારયાદીમાં આપનું નામ અવશ્ય ચકાસી લો, અને જરૂર જણાય તો સમયસર અરજી કરો.
📲Get App