🔥 TRENDING बिगुसारी में बस दुर्घटना की चेतावनी: व... Bhakta Kanakadasa Jayanti Celebrated i... भाजपा की दुर्गा कुंवर ने जालौर पंचायत... வேலூர் குடியாத்தம் நீதிமன்றம் முன்னால்... तापी काठी अवैध गौण खनिज वाहतुकीवर महसू... Nagaland Technical Aspirants Plan Agit...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલ, લાંભામાં ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલાતો હોવાનો વીડિયો વાયરલ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 27 Nov 2026, 06:09 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમાં શાકભાજી, ફ્રૂટ અને ખાણીપીણીના સ્ટોલના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રસ્તા અને ફૂટપાથ પર થતાં દબાણો દૂર કરવાની જવાબદારી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે. જોકે, હવે લાંભા વિસ્તારમાં એસ્ટેટ વિભાગની દબાણ દૂર કરતી ટીમના કર્મચારીઓ શાકભાજીના ફેરિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.


ફેરિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ શાકભાજીની લારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો જોવા મળે છે. ત્યાર બાદ તે વ્યક્તિ દબાણ દૂર કરવાની કામગીરી માટે આવેલી ગાડીમાં બેઠેલા કર્મચારીઓને રૂપિયા આપતો હોવાનું વીડિયોમાં દેખાય છે. રૂપિયા આપ્યા બાદ દબાણની ગાડી ત્યાંથી રવાના થઈ જાય છે. આ વીડિયો લાંભા વોર્ડના ઇસનપુર આસપાસના વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી વ્યક્તિઓની ઓળખ અને રૂપિયા ઉઘરાવવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી TDOનું તપાસનું રટણ

આ અંગે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી TDOએ જણાવ્યું કે, વીડિયો લાંભા વોર્ડના કયા સ્થળનો છે તેની તપાસ કરવામાં આવશે. ગાડી નંબરના આધારે સંબંધિત વ્યક્તિઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફેરિયાઓ તેમજ ખાણીપીણીના સ્ટોલનો ખુલ્લેઆમ ધંધો

મહત્ત્વનું છે કે, શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે એસ્ટેટ વિભાગની ગાડીઓ વિવિધ વિસ્તારોમાં ફરે છે, તેમ છતાં અનેક સ્થળોએ શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ ખુલ્લેઆમ ધંધો કરતા જોવા મળે છે. અગાઉ પણ દબાણ દૂર કરવાની ટીમના કર્મચારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ફેરિયાઓ અને સ્થાનિક આગેવાનોને જાણ કરી દેવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો પણ થઈ હોવા છતાં આવી પ્રવૃત્તિઓ અટકાવવા નક્કર કાર્યવાહી થઈ છે કે કેમ તે સદબાણની કામગીરી સામે ઉઠ્યા સવાલ

શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી સતત થતી હોવા છતાં અનેક વિસ્તારોમાં દબાણો યથાવત્ રહેતાં એસ્ટેટ વિભાગની કામગીરી સામે અગાઉ પણ સવાલો ઊઠ્યા છે. હવે લાંભામાં ફેરિયાઓ પાસેથી રૂપિયા ઉઘરાવી દબાણની ગાડીમાં બેઠેલા કર્મચારીઓને આપતા હોવાનો વીડિયો સામે આવતાં સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની માગ ઊઠી છે.
📲Get App