🔥 TRENDING मोकामा विधायक अनंत सिंह की बेटी शिवांग... प्रवीण यादव ने बड़ागांव में 250 किमी ज... Jharkhand Brothers Kill Wives Over Dom... पद्म भूषण हरिवंश राय बच्चन की जयंती पर... President Murmu’s Kerala visit prompts... Manorama News Airs 1 PM Bulletin on 26...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ક.ક. પારેખ કોમર્સ કોલેજમાં સંવિધાન ગૌરવ દિવસ પર શપથ ગ્રહણ કાર્યક્રમ

✍️ Reporter: Hanif Katiyar 🗓 27 Nov 2026, 12:26 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીની ક.ક. પારેખ કોમર્સ કોલેજમાં સંવિધાન ગૌરવ દિવસના અવસર પર વિદ્યાર્થીઓ અને સ્ટાફે સંવિધાન પ્રત્યે શપથ લીધો.

કે.કે પારેખ કોમર્સ કોલેજ, અમરેલીમાં સંવિધાન ગૌરવ દિવસના અવસર પર ભારતીય સંવિધાનના મૂલ્યો, આદર્શો અને લોકશાહી પરંપરાઓ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જે. ડી. સાવલિયાએ ભારતીય સંવિધાનનું સામૂહિક વાંચન કર્યું. ત્યારબાદ સિનિયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયાએ ઉપસ્થિત તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને સંવિધાનના રક્ષણ, સન્માન અને તેના મૂલ્યોના પાલન અંગે શપથ લેવડાવ્યા.


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. એ. જી. પટેલ અને ડૉ. એ. બી. ગોરવાડિયા તથા એનસીસી પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંવિધાન પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી.
📲Get App