🔥 TRENDING आठ साल से फरार स्थायी वारंटी गिरफ्तार,... ગુજરાત ATSએ જોરોડમાં ૨4 વર્ષીય આતંકી પ... Clash at OCM mill protest in Amritsar,... Bathinda Spy Arrest: Suspected ISI Con... Jalandhar Raid Seizes 12 Kgs of Heroin... प्रखंड कलेर के सभागार मे पंचायत के सभी...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખોરાસા ગામે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 27 Nov 2026, 04:58 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખોરાસા ગામે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું

માળીયા તાલુકાના ખોરાસા ગામે યોજાયેલા માર્ગદર્શન કાર્યક્રમમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ

ખોરાસા, તારીખ ૨૬ નવેમ્બર, ૨૦૨૬
માળીયા તાલુકાના ખોરાસા ગામે તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના અધિકારીશ્રી અજિતસિંહ ઝાલા BTM દ્વારા ખેડૂતોને ખેત બચાવો અભિયાન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર શ્રી મોહનભાઈ પંડિત દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પરિવારના આરોગ્ય, પર્યાવરણની જાળવણી, પશુ-પક્ષીઓના કલ્યાણ અને સમગ્ર જીવસૃષ્ટિના હિત માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ છે.
તેમણે પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, ગૌ આધારિત બાયો ઇનપુટ્સની બનાવટ અને ઉપયોગ, પાકમાં પોષક તત્ત્વોનું વ્યવસ્થાપન તેમજ જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન, પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવા ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ તાલીમ કાર્યક્રમનું આયોજન કૃષિ સખી શ્રીમતી કંચનબેન ખાનપરા તેમજ CRP ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોનો ઉત્સાહ ખૂબ જ સારો રહ્યો હતો. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગે રસપૂર્વક માહિતી મેળવી અને ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને સ્વસ્થ પરિવાર સાથે સમૃદ્ધ ખેતીનું નિર્માણ થાય તેવા હેતુથી આ માર્ગદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
📲Get App