Crime
મહેસાણા : વેકરામાં ૧.૫૨૭ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,સપ્લાયર વોન્ટેડ..
Watch on:
▶️ YouTube
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બાવલુ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ. ૭૬,૩૫૦ ની કિંમતના ગાંજા સાથે તુલસીભાઈ રાવળને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો સપ્લાયર ડુંગરપુરના પ્રભુલાલ ભગોરા હોવાનું સામે આવ્યું છે,જે હાલ પોલીસ પકડથી દૂર છે..
મહેસાણામાં-:
નાર્કોટિક્સના ગુનાઓ પર અંકુશ મેળવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ બાવલુ પોલીસે કડી તાલુકાના વેકરા ગામે દરોડો પાડીને રૂ.૭૬,૩૫૦ ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજો,મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.૮૨,૮૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની સૂચના અનુસાર બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી જી બડવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે જાડેજા અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમ નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી..
આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજીને ચોક્કસ બાતમી મળી હતી કે વેકરા ઇન્દિરાનગર ખાતે રહેતો તુલસીભાઈ હમીરભાઈ રાવળ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો છુપાવીને તેનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.પોલીસની ટીમે ઘરે હાજર મળી આવેલા ૪૦ વર્ષીય તુલસીભાઈ રાવળને સાથે રાખીને ઘરમાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મકાનના રસોડામાંથી વગર પાસ-પરમિટનો લીલાશ પડતા ભૂખરા રંગનો વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી ૧.૫૨૭ કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. ૭૬,૩૫૦), ઓપો કંપનીનો મોબાઈલ ફોન (રૂ. ૫,૦૦૦), રૂ. ૧,૦૧૦ રોકડ, વજન કાંટો, પ્લાસ્ટિકની બેગીઓ અને થેલીઓ (રૂ. ૫૦૦) તેમજ આધારકાર્ડ અને લાઇટબિલ જેવા દસ્તાવેજો જપ્ત કર્યા છે.કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૮૨,૮૬૦ નક્કી થઈ છે..
પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો ડુંગરપુર (અંબાજી) ખાતે રહેતા પ્રભુલાલ ભગોરાએ પૂરો પાડ્યો હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે.બાવલુ પોલીસે ઝડપાયેલા આરોપી તુલસીભાઈ રાવળ અને વોન્ટેડ આરોપી પ્રભુલાલ ભગોરા વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી જી બડવા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અજયસિંહ કાળુસિંહ,હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજી તેમજ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ,સંજયકુમાર,વિજયકુમાર,હિરેનકુમાર, ભાવિકકુમાર અને વિપુલકુમાર જોડાયા હતા.