🔥 TRENDING LeSol Group Announces New Manufacturin... Hardik and Alpesh Posts Ignite Identit... 8th Pay Commission Adopts 1.83 Factor,... ਬਠਿੰਡਾ ਨੂੰ ਖੱਡਾ ਮੁਕਤ ਬਣਾਉਣ ਦੀ ਮੁਹਿੰਮ ਤ... Gold Rates on Nov 27: 22K and 24K Pric... सिकंदरा पुलिस ने एक माह पुरानी नकबजनी...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંતરામપુરમાં દબાણ હટાવ અભિયાન: બસ સ્ટેશનથી કોલેજ રોડ સુધી રસ્તા ખુલ્લા, હવે સવાલ કાયમી ઉકેલનો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 27 Nov 2026, 12:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, NEED24 NEWS માં આપનું સ્વાગત છે.

આજે વાત કરીએ સંતરામપુરની, જ્યાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

નગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેરના મુખ્ય માર્ગો પર વધેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે થોડા દિવસો અગાઉ વેપારીઓને ત્રણ દિવસમાં દબાણો સ્વખર્ચે દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં એવું પણ જણાવાયું હતું કે, નિર્ધારિત સમયમાં દબાણો દૂર નહીં થાય તો કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ અનુસંધાને તા. ૨૫ નવેમ્બરના રોજ સંતરામપુર નગરપાલિકા દ્વારા પોલીસના સહયોગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે બસ સ્ટેશન ચોકડી ચાર રસ્તા પાસે તેમજ કોલેજ રોડ વિસ્તારમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન સંતરામપુર પોલીસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યવાહી બાદ કોલેજ રોડ વિસ્તારમાં કેટલાક વેપારીઓમાં ખુશી જોવા મળી હતી, તો કેટલાક વેપારીઓએ નારાજગી પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સાથે જ, જાગૃત વેપારીઓ અને નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, આ કામગીરી માત્ર બસ સ્ટેશન ચોકડી અને કોલેજ રોડ પૂરતી સીમિત ન રહે. લુણાવાડા રોડ, ગોધરા ભાગોળ, પ્રતાપપુરા, મેઈન બજાર તથા ટાવર રોડ સહિતના અન્ય મુખ્ય માર્ગો પર પણ જો દબાણો હોય તો સમાન ધોરણે કાર્યવાહી થવી જોઈએ.

નાગરિકોની એવી પણ અપેક્ષા છે કે, દબાણ હટાવવાની કામગીરી માત્ર એકાદ દિવસ પૂરતી ન રહે, પરંતુ નિયમિત અને કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવે. દબાણો દૂર થયા બાદ ફરીથી દબાણો ઊભાં થાય તો નગરપાલિકા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

હવે જોવાનું એ રહ્યું કે, નગરપાલિકા તંત્ર આ કામગીરીને શહેરના તમામ મુખ્ય માર્ગો સુધી આગળ વધારી કાયમી ઉકેલ લાવશે કે કેમ.
📲Get App