🔥 TRENDING Mini Ranunja Dham, Sanjeli में बीज दर्... ધાંગધ્રામાં આમ આદમી પાર્ટીએ નાયબ કલેકટ... ಬೆಂಗಳೂರು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕ್‌ನಲ್ಲಿ 32,000 ಏ... Bihar Approves ₹3.07 Crore for First S... Elderly Man Dies in Damoh After Allege... Rats Overrun Ashoknagar District Hospi...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં જૂની શાક માર્કેટ પાસે જાહેર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા જુમ્મા મસ્જિદ પાછળ જાહેર રસ્તા પર શિંગોડાના તપેલાં અને ઘરેલુ ગેસના બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ ઉપયોગ

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Nov 2026, 10:52 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ શહેરમાં જૂની શાક માર્કેટ પાસે આવેલી જુમ્મા મસ્જિદની પાછળના ભાગે જાહેર રસ્તા પર શિંગોડાના મોટા-મોટા તપેલાં મૂકીને વેપાર કરવામાં આવતો હોવાના કારણે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આ ઉપરાંત ઘરેલુ એલપીજી ભારત ગેસના સબસીડી વાળા બાટલાઓનો ખુલ્લેઆમ કોમર્શિયલ અને ધંધાકીય ઉપયોગ થઈ રહ્યો છે.
જાહેર રસ્તા પર આ રીતે દબાણ થવાને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નજીકમાં આવેલી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, જુમ્મા મસ્જિદ તેમજ દરજી જ્ઞાતિના બાલાજી મંદિર તરફ અવરજવર કરતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ઘરેલુ વપરાશ માટે મળતા એલપીજી ગેસના બાટલાઓનો ધંધાકીય ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી સરકારી સબસિડીનો લાભ લઈને મળતા ઘરેલુ ગેસના બાટલાઓનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહયો છે તથા વિરમગામમા ઠેર ઠેર ફરસાણની દુકાનો ચાની લારીઓ,દુકાનો,કેબીનો ઉપર ખુલ્લે આમ ઘરેલુ સબસીડી વાળા એલ.પી.જી.સીલીનડરઓ નો વપરાશ થઈ રહ્યો છે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહ્યું કે જાહેર મા ઘરેલુ ગેસના બાટલાઓના કથિત કોમર્શિયલ ઉપયોગ સામે તંત્ર ક્યારે પગલાં ભરે છે કે પછી આ સમસ્યા યથાવત્ રહેશે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App