🔥 TRENDING ठाणे-मुरबाड आणि कल्याण परिसरातील वारकऱ... खरगोन जिले में अवैध जुआ और सट्टा पर अं... ಬೀದರ್: ಚಿಲ್ಲರ್ಗಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಸ... Assam Sets Ambitious 10 Lakh Litres Mi... Jharkhand IPS Officer Anil Palta to Re... Jharkhand Assembly Demands Immediate H...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

લીલીયાના અટલધારા કાર્યાલય ખાતે યુવા ભાજપ મોરચાની બેઠક યોજાઈ આગામી યુવા સંવાદ કાર્યક્રમના આયોજન

✍️ Reporter: AJAY VIRANI 🗓 26 Nov 2026, 05:01 PM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયાના અટલધારા કાર્યાલય ખાતે યુવા ભાજપ મોરચાની બેઠક યોજાઈ
આગામી યુવા સંવાદ કાર્યક્રમના આયોજન અને સફળ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા
લીલીયા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના અટલધારા કાર્યાલય ખાતે આજે યુવા ભાજપ મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુવા ભાજપના સંગઠનાત્મક કાર્યને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી સમયમાં યોજાનાર યુવા સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં યુવા ભાજપ જિલ્લા પ્રભારી શ્રી હર્ષદેવસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી રોમિલભાઈ કોટડીયા, યુવા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ દેસાઈ સહિત યુવા ભાજપની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

બેઠક દરમિયાન આગામી યુવા સંવાદ કાર્યક્રમના હેતુ, આયોજન, યુવાનોની મહત્તમ ભાગીદારી અને કાર્યક્રમના સફળ અમલીકરણ અંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી માહિતી આપવામાં આવી હતી. સાથે જ યુવાનોને સંગઠન સાથે વધુમાં વધુ જોડવા તેમજ ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત યુવા કાર્યકરોમાં આગામી કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા જોવા મળી હતી. યુવા સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
📲Get App