🔥 ट्रेंडिंग कानून के शिकंजे में मेरठ दुष्कर्म कांड... ಬೆಂಗಳೂರು-ತುಮಕೂರು ರಸ್ತೆಯಲ್ಲಿ ವೇಗದ ಲಾರಿ... राजाखेड़ा में कल शुक्रवार को प्रधान पद... पूर्णिया पुलिस ने अभियान चला कर कई नेत... ਬਠਿੰਡਾ ’ਚ 27 ਨਵੰਬਰ ਨੂੰ ਰਾਤ 8 ਵਜੇ ਹੋਵੇਗ... आसाम सरकार और एयर्टेल ने ₹705 करोड़ डे...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સાબરકાંઠા જિલ્લામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટે સૈનિક આરામગૃહ ખાતે ગેસ્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ*

✍️ रिपोर्टर: Alpeshkumar Amruthbai Patel 🗓 26 नव. 2026, 08:51 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટે સૈનિક આરામગૃહ ખાતે ગેસ્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ*

સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારજનો માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સાબરકાંઠા (હિંમતનગર) દ્વારા સવગઢ ખાતે નિર્મિત સૈનિક આરામગૃહમાં ગેસ્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સૈનિક આરામગૃહમાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને ઓછા દરે તેમજ પ્રાથમિકતાના ધોરણે આવાસની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં સૈનિકો, નિવૃત્ત સૈનિકો, દિવંગત સૈનિકોનાં ધર્મપત્નીઓ તેમજ અવિવાહિત પુત્ર અને પુત્રીને નિયત શરતો અને પૂર્વ સૈનિકની રેન્કના આધારે ગેસ્ટ રૂમની સુવિધા મેળવવા પાત્રતા રહેશે.

આથી સાબરકાંઠા જિલ્લાના તમામ પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. ગેસ્ટ રૂમના બુકિંગ અને નોંધણી માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૭૭૨-૨૪૬૬૩૦ પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.
સંપર્ક અને સરનામું:
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,
ગૌરવ સેનાની ભવન, ઇડર બાયપાસ રોડ, પાણીની ટાંકી પાછળ, કિફાયત નગર, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા.

એમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવાયું છે.
***
રિપોટર અલ્પેશ પટેલ વડાલી
📲Get App