🔥 TRENDING बारां में बोर्ड की प्रथम बैठक में 16 व... ग्राम पंचायत कमालपुर, हरदोई में नाली-ख... झाँसी मंडल की प्लेटिनम जयंती का भव्य श... Asha Bairwa Elected Unopposed as Sawai... India Demands Ban on Pakistani Web Ser... Shiv Sena leader urges ban on Pakistan...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Nov 2026, 07:31 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવા રાજપીપળા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ હતી.

પરિષદમાં ઉપસ્થિત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત નાગરિકો જ દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે. આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે સૌએ સાથે મળીને કામગીરી કરવી જરૂરી છે.

જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડો. દયારામ વસાવાએ આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી અને પરિષદનો મુખ્ય હેતુ આરોગ્ય ક્ષેત્રના પડકારોનું નિરાકરણ લાવી નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે PPTના માધ્યમથી જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.

પરિષદ દરમિયાન આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિતોને છ જૂથમાં વિભાજિત કરી સગર્ભા મહિલાઓમાં કુપોષણ, કિશોરાવસ્થામાં થતાં લગ્ન અને ગર્ભાવસ્થાના પ્રશ્નો, બાળકોમાં કુપોષણ, SAM, MAM અને ઓછા જન્મવજન (LBW)ની સ્થિતિમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓ અને સગર્ભા મહિલાઓમાં સિકલસેલ એનિમિયાથી રક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સામાજિક કાર્યકરો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકીની ભગોરા, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી છેવાડાના નાગરિકો સુધી ગુણવત્તાસભર સારવાર પહોંચાડવાના સંકલ્પ સાથે આ સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
📲Get App