🔥 TRENDING Punjabi Singer Amrit Basra Gains Momen... Ayyappa Devotional Song Echoes Inside... पुण्यात सोशल हांड्रेड फाउंडेशनने १०० व... Indrayani Rice Prices Set to Jump by R... Maharashtra Cabinet Meets Today to Dis... Gym owners urged to obtain FSSAI licen...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી મોડાસા ટાઉન: મોટરસાયકલ ચોરીની તપાસમાં આરોપી ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 11:55 AM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 30,000 રૂપિયાની હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરીની તપાસમાં સુરપાલભાઈ રાજયભાઈ વાદીને ધરપકડ કરવામાં આવી, જ્યારે ચોરી કરનાર જગદીશ શંકરભાઈ કાલબેલીયા શોધવામાં આવી રહ્યા છે..

તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરીની ઘટના નોંધાઈ, જેમાં વાહનની કિંમત રૂ.30,000/- હતી. ચોરી થયેલ મોટરસાયકલ નંબર વગરની હતી અને તે દેવરાજ હાઇવે મુકામે મળી.પોલીસે આ ઘટનાની તપાસ માટે LCB અરવલ્લી અને અન્ય અધિકારીઓની આગેવાની હેઠળ કાર્યવાહી શરૂ કરી. મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા અને LCB ટીમના સભ્યો મોડાસા ટાઉન વિસ્તારના દેવરાજ હાઇવે મુકામે અને શામળાજી થી પેલેટ તરફના રોડ પર વાહન ચેકિંગ કરતા હતા..

આ તપાસમાં સુરપાલભાઈ રાજયભાઈ વાદી (ધનીવાડા, મેઘરજ,અરવલ્લી)ને ધરપકડ કરવામાં આવી. વૉન્ટેડ આરોપી જગદીશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે સરદાર શંકરભાઈ કાલબેલીયા (બેડસા, સીમલવાડા, ડુંગરપુર, રાજસ્થાન)ને શોધવામાં આવી રહ્યા છે. ચોરી કરાયેલ મોટરસાયકલ પુનઃપ્રાપ્ત કરવામાં આવી અને તેની કિંમત રૂ.30,000/- છે.આ ઘટનાનો કેસ રજીસ્ટર નંબર 11188009260267/2026 હેઠળ 303(2) કલમ IPC મુજબ દાખલ કરવામાં આવ્યો છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેકટર,વી જે તોમર પોલીસ સબ ઇન્સપેક્ટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,કરણસિંહ સાલુસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,વિશ્વદિપસિંહ મહાવિરસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હાર્દીકકુમાર અરવિદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
📲Get App