🔥 TRENDING वाराणसी पुलिस कमिश्नर मोहित अग्रवाल ने... Aslam Khan Truck driver dies after heart attack f... Four arrested in Jalandhar over remova... Jalandhar: 11th‑grade student found de... Three Arrested in Dewas for Using Fake...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટ ધરાવતા મહેન્દ્રભાઈ સાકરીયાની ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 11:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજમાં સજા વોરંટ હેઠળ આવેલા મહેન્દ્રભાઈ જગદિશભાઈ સાકરીયાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
પ્રાંતિજમાં સજા વોરંટ ધરાવતા મહેન્દ્રભાઈ જગદિશભાઈ સાકરીયાની ધરપકડ કરવામાં આવી.હિંમતનગરની ફોજદારી કેસ નંબર 7581/2022 મુજબ, ચારમા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ નોંધાયેલો હતો.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા આ ધરપકડ માટે સૂચનાઓ આપવામાં આવી. હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ સતત વોચ તપાસમાં રહી આ આરોપીને પકડવા માટે કામગીરી કરી..

સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓએ સતત તપાસ કરી જેના પરિણામે મહેન્દ્રભાઈ સાકરીયાની પકડ થઈ. કોર્ટમાં રજૂ થયેલ પુરાવાઓ અને બાતમીને આધારે, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,સંદિપકુમાર ઇશ્વરભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સંજયસિહ ગમીરસિહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલને પ્રશંસા કરવામાં આવી.
📲Get App