🔥 TRENDING ग्राम बेलो थाना पिपराइच अंतर्गत के माम... পুরুলিয়া শহরে ২৮ নভেম্বর থেকে শুরু হব... Fake IAS Officer Arrested for Swindlin... Kolkata Garment Warehouse Fire Trigger... West Bengal Ministers Agnimitra Paul,... हाथरस में भारतीय किसान यूनियन (अमर टिक...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ફળિયા શિક્ષણથી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Nov 2026, 08:12 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષણ માત્ર શાળાના વર્ગખંડો પૂરતું સીમિત ન રહે, પરંતુ સમાજના છેવાડાના બાળક સુધી પહોંચે તેવા ઉમદા હેતુ સાથે નર્મદા જિલ્લાના બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ (અનિલ ગુરુજી) અનોખું સેવાકાર્ય કરી રહ્યા છે. શિક્ષણની સાથે સામાજિક જાગૃતિનું કાર્ય કરીને તેઓ ગામમાં પ્રેરણારૂપ બની રહ્યા છે.

બાળકોનો અભ્યાસ મજબૂત બને અને ભણતર પ્રત્યે તેમનો રસ જળવાઈ રહે તે માટે અનિલ ગુરુજી નિયમિત રીતે ગામનાં વિવિધ ફળિયાઓમાં જઈને 'ફળિયા શિક્ષણ' એટલે કે શેરી શિક્ષણના માધ્યમથી બાળકોને અભ્યાસ કરાવે છે. શાળાના સમય ઉપરાંત પણ બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે અને સરળ તથા રસપ્રદ રીતે વિવિધ વિષયો શીખી શકે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે.

માત્ર બાળકોને ભણાવવા પૂરતું જ તેમનું કાર્ય સીમિત નથી. બાળકોના શૈક્ષણિક વિકાસમાં વાલીઓની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે તે સમજાવી તેઓ વાલીઓ સાથે રૂબરૂ સંવાદ કરે છે. બાળકોની નિયમિત શાળા હાજરી, ઘરે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ અને શિક્ષણ પ્રત્યે વાલીઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપે છે.

આ ઉપરાંત ગામમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે પણ જાગૃતિ ફેલાવવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે. આમ, શિક્ષણને સામાજિક પરિવર્તનનું માધ્યમ બનાવી અનિલ ગુરુજી બાળકોની સાથે વાલીઓ અને ગ્રામજનોને પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અનિલ ગુરુજીની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવી પ્રવૃત્તિઓને લઈને બોરીદ્રા ગામના વાલીઓ તથા ગ્રામજનોમાં આદરની લાગણી જોવા મળી રહી છે. તેમનું આ સેવાકાર્ય અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની રહે અને ગામના દરેક બાળક સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચે તેવી શુભેચ્છાઓ ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓ દ્વારા પાઠવવામાં આવી રહી છે.
📲Get App