🔥 TRENDING Madhya Pradesh revokes promotion of 16... नाचना नवनिर्वाचित नाचना सरपंच की अनूठी... माहिती अधिकार अर्जावर माहिती नाही, प्र... હિંમતનગરમાં ઓવરલોડ ડમ્પર પસાર થતા રોડમ... 25 लाख के तालाब सौंदर्यीकरण कार्य पर उ... कार्तिक पूर्णिमा के बाद सुन्दरगढ़ के क...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેરાવળમાં ગુરુ નાનક જયંતિની શોભાયાત્રાનું ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા ભાવભર્યું સ્વાગત

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 25 Nov 2026, 09:25 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળમાં ગુરુ નાનક જયંતિની શોભાયાત્રાનું ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા ભાવભર્યું સ્વાગત

આજરોજ વેરાવળ ખાતે ​તા. ૨૪/૧૧/૨૦૨૬ના રોજ સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા જ્યારે ટાવર ચોક ખાતે પહોંચી ત્યારે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તથા વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા
સમસ્ત સિંધી સમાજના પ્રમુખ શ્રી લાલાભાઈ, સેવારામ મુળચંદાણી કારૂભાઇ, ચંદુભાઈ મુળચંદાણી સહીત ના સિન્ધી સમાજના તમામ આગેવાનોને ફૂલહાર પહેરાવી તથા ઠંડા પીણા પીરસી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાંત, ભગવાન ગુરુ નાનકજીના રથ/આખ્યાનને ફૂલહાર અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.
​આ શોભાયાત્રામાં ૯૦સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, જામનગર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી દિલીપસિંહ બારડ, ખારવા સમાજના ઉપ-પટેલ શ્રી ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી શ્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીભાઈ ફોફંડી, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મોહનભાઈ દેવડીયા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, રમજુભા દરબાર, બ્રહ્મ સમાજના પુરોહિત દાદા, ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, અન્ય સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ-બહેનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા

​(યાદી: પ્રકાશભાઈ માલમડી - સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ)
📲Get App