🔥 TRENDING মুখ্যমন্ত্রীর ঘোষণায় মাসিক বিদ্যুৎ বি... Bisleri Declares Bottled Water Safe Af... FSSAI files criminal case against Bisl... Illicit liquor worth Rs 28.38 lakh sei... NVIDIA reinstates Jensen Huang as CEO,... New Market FC Reach Semi-Finals of 26t...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: કાર્યક્રમનું મહાકાય બોર્ડ માથા પર પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત, સાયન્સ સિટીમાં બેદરકારીએ લીધો ભોગ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 24 Nov 2026, 12:20 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમાં બોર્ડ પડતા નીચેથી પસાર થઈ રહેલા સિક્યુરિટી ગાર્ડના મોતની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે એક ફેરનું આયોજન કરવામાં આવેલું હતું. જેના બેનરો અને બોર્ડ લગાવવામાં આવ્યા હતા. ત્યારે સોમવારે (23 નવેમ્બર) એક સિક્યુરિટી ગાર્ડ પર મહાકાય બોર્ડ પડતા ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.


કાર્યક્રમનું મહાકાય બોર્ડ માથા પર પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત

સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં 22 થી 24 નવેમ્બર દરમિયાન 'IRIS નેશનલ ફેર 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી વિજ્ઞાન ભવન પાસે બોર્ડ અને બેનરો લગાવવામાં આવ્યા હતા. સોમવારે બપોરે 2 વાગ્યાના અરસામાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ ત્યાંથીપસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક લગાવેલું બોર્ડ તેમના પર પડ્યું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત

​ઘટનાને પગલે આસપાસ હાજર અન્ય સિક્યુરિટી ગાર્ડ અને લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેઓએ ભેગા થઈને ભારેખમ બોર્ડ હટાવીને ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસે અકસ્માતે મોતનું ગુનો નોંધી તપાસ હાથ ધરી

​આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, મૃતક સિક્યુરિટી ગાર્ડ નરોડા વિસ્તારના રહેવાસી રવિન્દ્ર પાટીલ (ઉં.વ. 46) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ બનાવ સંદર્ભે વધુ વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
📲Get App