🔥 TRENDING कानपुर सेंट्रल स्टेशन पर सफाई कर्मियों... सेवानिवृत्त शिक्षक गोपीकांत मिश्र की स... Dopamine Media launches "CANDIDATES" s... South Africa vs Bangladesh 2nd Test Li... Vir Das Misses International Emmy Awar... Ramayana to Drop 700 North American Th...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મીરા ભાઈ : ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Nov 2026, 08:20 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભક્તિ એટલે માત્ર ભગવાનનાં દર્શન કરવા કે માળા ફેરવવી એટલું જ નહીં, પરંતુ ભગવાનના ભક્તોની સેવા કરવી એ પણ સાચી ભક્તિ છે. આ વાતને સાર્થક કરી રહ્યા છે લીમટવાળા ગામના મીરા ભાઈ.

ભાદરવા દેવના મેળામાં જતા શ્રદ્ધાળુઓ હોય કે પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તોના સંઘ હોય, કોઈપણ સંઘના ભક્તો જ્યારે લીમટવાળા ગામ પાસેથી પસાર થાય છે ત્યારે મીરા ભાઈ તેમના માટે સેવાભાવથી પોતાના દ્વાર ખુલ્લાં રાખે છે.

વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યરત મીરા ભાઈ દરેક સંઘના ભક્તોને પોતાના પરિવારના સભ્યો સમજીને આવકારે છે. તેમના માટે કોઈ અજાણ્યું નથી, કોઈ પરાયું નથી. દરેક ભક્તમાં તેમને ભગવાનનાં દર્શન થાય છે. ભક્તો માટે ભોજન-પ્રસાદ, રહેવાની વ્યવસ્થા અને જમવાની સેવા તેઓ ખૂબ જ શ્રદ્ધા, ભાવ અને ભક્તિપૂર્વક પૂરી પાડે છે.

આ સેવાની પાછળ કોઈ સ્વાર્થ નથી, કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા નથી. છે તો માત્ર એક જ ભાવના કે યાત્રાએ નીકળેલા ભગવાનના ભક્તોને કોઈ અગવડ ન પડે અને તેમની યાત્રા સુખદ બને. થાકેલા યાત્રિકને પ્રેમથી ભોજન કરાવવું, રહેવાની વ્યવસ્થા કરી આપવી અને હસતા મુખે વિદાય આપવી, એ જ તેમના માટે સાચો આનંદ છે.

મીરા ભાઈના નામમાં જ મીરાંબાઈની ભક્તિની એક સુંદર અનુભૂતિ થાય છે. જે રીતે મીરાંબાઈએ શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની ભક્તિ અને સમર્પણથી ભક્તિનો ઇતિહાસ રચ્યો હતો, તેવી જ રીતે મીરા ભાઈ આજે માનવસેવા દ્વારા ભક્તિનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

તેમની આ સેવાભાવનામાં એક સુંદર આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે તારામાં રામ, મારામાં રામ.જ્યારે દરેક વ્યક્તિમાં ભગવાનનો વાસ છે એવો ભાવ હૃદયમાં જાગે છે, ત્યારે કોઈને પરાયું માનવાનું રહેતું નથી. દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ, આદર અને સેવા કરવાની ભાવના આપોઆપ જન્મે છે.

આપણી સંસ્કૃતિનું પવિત્ર વાક્ય છે, “અતિથિ દેવો ભવઃ”. મીરા ભાઈ આ વાક્યને માત્ર બોલતા નથી, પરંતુ પોતાના જીવનમાં ઉતારીને સાબિત કરી રહ્યા છે. તેમના આંગણે આવતો દરેક યાત્રી તેમના માટે અતિથિ નહીં, પરંતુ ઈશ્વરનું સ્વરૂપ છે.

આજે સમાજને આવા સેવાભાવી લોકોની ખૂબ જરૂર છે, જેઓ ધર્મને માત્ર વાણીમાં નહીં, પરંતુ પોતાના કર્મમાં જીવંત રાખે છે. મીરા ભાઈની આ સેવા કોઈ એક દિવસ પૂરતી નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સંસ્કારથી જોડાયેલો એક સતત ચાલતો સેવાયજ્ઞ છે.

ખરેખર, ભગવાનની ભક્તિ કરવી એ સૌભાગ્ય છે, પરંતુ ભગવાનના ભક્તોની સેવા કરવાની તક મળવી એ પણ એક આશીર્વાદ છે.
📲Get App