🔥 TRENDING સાબરકાંઠા, કરણપુરમાં અર્બુદા સંસ્કારધા... राक्सौल में ट्रैफ़िक पुलिस की तैनाती वाराणसी में देव दीपावली पर पुलिस कमिश्... रूपवास में नव निर्वाचित सरपंच गुलाब चं... शिरूरमधील मुंबई बाजार परिसरात भरदिवसा... સાબરડેરીમાં બાયડના પશુપાલકો દ્વારા ગાય...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણામાં પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા વચગાળાના જામીનથી ફરાર થયેલા કેદીનું પકડાણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 11:04 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડએ ૫ મહિના પછી કેદી ચેહરાજી અણદાજી ઠાકોરને કૂડા ગામમાં શોધી કાઢી, અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં હસ્તાંતરિત કર્યો..

મહેસાણામાં-:
નાસતા ફરતા આરોપીઓ અને પેરોલ-ફર્લો પરથી ફરાર થયેલા કેદીઓને શોધવા માટે મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. છેલ્લા પાંચ મહિનામાં જેલમાંથી વચગાળાની જામીન પર મુક્ત થયેલા કેદીને કુડા ગામથી પકડવામાં આવી અને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં હસ્તાંતરિત કરવામાં આવ્યો.મહેસાણાના અમરપુરા ટીંબા વાસમાં રહેનારા ચેહરાજી અણદાજી ઠાકોર ગત 09/06/2026 ના રોજ 15 દિવસની વચગાળાની રજા પર જેલમાંથી મુક્ત થયો હતો.રજા પૂર્ણ થતાં 25/06/2026 ના રોજ જેલમાં પરત આવવાનું હતું,પરંતુ તે સમય સુધી તે જેલમાં હાજર ન રહીને ફરાર થઈ ગયો.ગાંધીનગર રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા પોલીસ અધિકારી હિમાંશુ સોલંકી અને એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાની માર્ગદર્શનમાં સ્કોડના ઇંચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ બી ઝાલા અને તેમની ટીમ તપાસમાં હતી.સ્કોડના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને ટેકનિકલ સોર્સથી જાણ મળી કે ફરાર કેદી હાલ કુડા ગામના ગોગાપરા વિસ્તારમાં હાજર છે..

આ જાણના આધારે 24/11/2026 ના રોજ વહેલી સવારે 01:30 કલાકે પોલીસ ટીમે કુડા ગામમાં પહોંચીને માનવ સ્રોતની મદદથી તપાસ કરી. ગોગાપરા વિસ્તારમાં કોર્ડન કરીને ચેહરાજી અણદાજી ઠાકોરને પકડવામાં આવ્યો અને બાકી સજા ભોગવવા માટે તેને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો.આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ બી ઝાલા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ રામજીભાઈ,એ એસ આઈ જયદિપસિંહ ખોડાજી,હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ કકુસિંહ,હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર વિરસંગભાઈ,પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમાર સુરેશકુમાર,પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર લાખાભાઈ અને ડી.સ્ટાફ હેડ કોન્સ્ટેબલ મુકેશદાન નટવરદાન જોડાયા હતા.
📲Get App