🔥 TRENDING Delhi CEO Reminds Voters: Nov 25 is Fi... Mizoram screens 85,000+ for HIV, repor... Ex-Civil Servants Urge Scrapping of De... गौरेला में लाल बंगला के सामने अवैध अति... India-China Corps Commander Talks on L... Man kills two dogs, mother before comm...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જાદર પોલીસની ઝડપી કાર્યવાહીથી સાબરકાંઠા હોટલ ચોરીમાં ગયેલા માલ પુનઃપ્રાપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 03:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાદર પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીમાં 19,500 રૂપિયા મૂલ્યના માલની પુનઃપ્રાપ્તિ અને આરોપીઓની ધરપકડ 24 કલાકમાં પૂર્ણ..

સાબરકાંઠામાં-:
જાદર પોલીસ સ્ટેશન 22/11/2026 ના રોજ સનરાઇઝ હોટલ અને ગેસ્ટ હાઉસમાં થયેલ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ મુજબ, અજાણ્યા ચોરોએ રૂમોમાંથી સિલિગ પંખા, વાયરિંગ અને એ.સી. કોપર પાઈપ ચોરી કરી, કુલ 19,500 રૂપિયા મૂલ્યનું માલ ચોરી ગયું.પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી અજયભાઈ દિનેશભાઈ વાઘરી અને સાહિલભાઈ દિનેશભાઈ વાઘેલા ઓળખી, અને 24 કલાકમાં તેમને દારામલી ક્રોસ રોડ પર કોર્ડન કરીને ધરપકડ કરી. બંને પાસે પ્લાસ્ટિકની થેલીઓમાં ચોરાયેલ માલ હતો, જેમાં 10 પંખા, 9.5 કિગ્રા વાયરિંગ અને 1.1 કિગ્રા AC પાઈપ, કુલ 19,500 રૂપિયા..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એચ જે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશન,ભાવેશકુમાર રામજીભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશન,તેજપાલસિંહ રણજીતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જાદર પોલીસ સ્ટેશન,ભરતસિંહ રંગુસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જાદર પોલીસ સ્ટેશન,સત્યપાલસિંહ લાલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જાદર પોલીસ સ્ટેશન,ચંદુભાઈ નાનજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જાદર પોલીસ સ્ટેશનની મહેનત નોંધપાત્ર રહી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસીંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલે આ કામગીરીને પ્રશંસા કરી.આ ઘટના સાબરકાંઠા જિલ્લામાં ચોરી રોકવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
📲Get App