🔥 ट्रेंडिंग ಮದುವೆ ವಿಚಾರಕ್ಕೆ ಪ್ರೇಮಿಗಳ ನಡುವೆ ಗಲಾಟೆ,... સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર... ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની... સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડની... SGCCI એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ₹20... दिल्ली ने युवाओं व महिलाओं के लिए क्रे...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા નજીક રેલ્વે ટ્રેક ઉપર સિંહો આવી ચડ્યા

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 24 नव. 2026, 10:35 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટ્રેન ના કોપાઈલોટ ની સમયસુચકતા થી સિંહો ના જીવ બચ્યા

પીપાવાવ - સાવરકુંડલા રેલવે લાઈન પર મોટા લીલીયા નજીક ત્રણ સિંહો રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા.

આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી પેસેન્જર ટ્રેન નંબર 19256 નું સંચાલન કરી રહેલા લોકોપાયલટ રાકેશ બી. મારૂ અને પ્રકાશ ચંદ્ર મીણાની નજર ટ્રેક પર પડી.

તેમણે એક પણ સેકન્ડ વિચાર્યા વગર ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને થંભાવી દીધી. જેના કારણે ત્રણેય સાવજો દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા.

આ અંગે રેલ મેનેજરને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાહુલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા. વન વિભાગ દ્વારા ટ્રેક સંપૂર્ણપણે ક્લિયર હોવાની ખાતરી અપાયા બાદ પેસેન્જર ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર સાવજો પસાર થઈ રહ્યા છે. ભૂતકાળમાં અનેક સાવજો ટ્રેન હડફેટે આવીને કપાઈ ગયા છે. ત્યારે ફરી એક વખત આ ઘટના બની, પણ આ વખતે લોકોપાયલટની સતર્કતાથી 3 સાવજોના જીવ બચી ગયા.
📲Get App