🔥 TRENDING గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం... संविधान दिनानिमित्त कॉकरोच जनता पार्टी... चुनाव के बाद लंबित फाइलें सात दिन में... સાબરકાંઠા, વડાલી તાલૂકા માં 45 કરતાં વ... पेयजल संकट झेल रहे महावीर नगर और आदिना... पुनर्मतदान मे ं बामनवास से अजीत 594, ब...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શિહોરી-દિયોદર રોડ પર અલ્ટો-એક્ટિવા ટક્કરથી એકનું મોત

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 24 Nov 2026, 09:51 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાંકરેજ તાલુકાના શિહોરી-દિયોદર રોડ પર અલ્ટો કાર અને ઇલેક્ટ્રિક એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ થયું.

શિહોરી-દિયોદર રોડ પર કાંકરેજ તાલુકામાં અલ્ટો કાર અને ઇલેક્ટ્રિક એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કરના કારણે એક્ટિવા અને તેના ચાલકને લગભગ 200 મીટર સુધી ઘસડાયા અને એક્ટિવાનો ભુક્કો બોલી ગયો. ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું.

અકસ્માત બાદ અલ્ટો ચાલકે ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં અને શિહોરી પોલીસે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરાઈ. મૃતદેહને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો.

મૃતકની ઓળખ શિહોરીના રામાપીરના ભક્ત જય નકલંગ તરીકે જાણીતા ડાભી સોમસિંહ ગોદડસિંહ (ઉંમર 53) તરીકે થઈ. તેમના નિધનથી પરિવારજનો અને સમગ્ર રામાપીર મંડળમાં શોકની લાગણી ફેલાઈ. જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા.
📲Get App