🔥 TRENDING ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਜ਼ਿੰਦਾਬਾਦ Delhi Police constable suspended for d... Court Bars Recruiting Authority from A... Chief Minister Sai Arrives in Durg for... Chhattisgarh CM Praises PM Modi's Visi... GST Officer and Aide Arrested in Chhat...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

લીલીયા તાલુકા માં ઓછા વરસાદથી સમય પહેલા કૂવા બોરવેલ માં પાણી ખાલી

✍️ Reporter: Virani Ajay 🗓 24 Nov 2026, 06:18 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાણી ખૂટતા ખેડૂત ચિંતામાં

લીલીયા તાલુકામાં ઓછા વરસાદથી ખેડૂતો પર સંકટ, કૂવા-બોરવેલ સમય પહેલાં જ તળિયાઝાટક!
વર્ષા સત્ર પૂર્ણ થતાં જ પાણીની ગંભીર અછતની સ્થિતિ, કૂવા અને બોરવેલમાં પાણીના સ્તર ઘટતાં કપાસ-તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

લીલીયા તાલુકામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ખેતીની સ્થિતિ ચિંતાજનક બની છે. વર્ષા સત્ર પૂર્ણ થઈ ગયું હોવા છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતાં હવે તેની સીધી અસર ખેડૂતોની ખેતી પર જોવા મળી રહી છે. ઓછા વરસાદના કારણે જમીનમાં પૂરતો પાણીનો સંગ્રહ થયો નથી, જેના પરિણામે કૂવા તથા બોરવેલમાં પાણીના સ્તર સમય કરતાં વહેલા નીચે ઉતરી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

હાલમાં લીલીયા તાલુકાના અનેક ખેડૂતોના ખેતરોમાં કપાસ, તુવેર સહિતના વિવિધ પાકો ઊભા છે. પરંતુ સિઝન દરમિયાન ઓછા વરસાદના કારણે હવે આ પાકોને જરૂરી પાણી મળી રહે તે મુશ્કેલ બન્યું છે. સામાન્ય રીતે જે સમયગાળા સુધી કૂવા અને બોરવેલમાં પાણી ઉપલબ્ધ રહેતું હોય છે તેના કરતાં વહેલા પાણીના સ્તર ઘટી જતાં ખેડૂતોને સિંચાઈની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને કપાસ અને તુ જોવેર જેવા પાકોને આ સમયે પૂરતું પાણી ન મળે તો પાકના વિકાસ પર ગંભીર અસર થવાની અને ઉત્પાદન ઘટવાની સાથે પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ સિંચાઈ માટે પાણીની અછતના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

વર્ષા સત્ર પૂર્ણ થઈ જતાં હવે ખેડૂતોની આશા પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય અને કૂવા તથા બોરવેલમાં પાણીના સ્તર વધુ ઘટશે તો ઊભા પાકને બચાવવો ખેડૂતો માટે મોટો પડકાર બની શકે છે.

ત્યારે લીલીયા તાલુકાના ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સરકાર અને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેમજ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સરકારી સહાય મળે તેવી ખેડૂતોમાં માંગ ઊઠી રહી છે. રિપોટ અજય વિરાણી લીલીયા
📲Get App