🔥 TRENDING बासड़ा रोड के निवासियों ने बेदखली की क... मोहप जलसिंचन तलावातून शेतीसाठी पाणी सो... भारत और नेपाल के लोगों को करीब लाएगी ‘... Diljit Dosanjh's Bengaluru Concert Fac... Drishyam: The Conclusion OTT Release:... गुरु नानक देवजींच्या जयंतीनिमित्त नीड...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી આવતા હોન્ડા જાઝમાંથી ૯૮૪ બોટલ-ટીન વિદેશી દારૂનો મોટો કબ્જો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 12:45 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના વેણપુર ગામની સીમમાંથી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે રાજસ્થાનથી લાવવામાં આવતા હોન્ડા જાઝ વાહનમાંથી કુલ ૯૮૪ બોટલ અને ટીન વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો છે..

અરવલ્લીમાં-:
ગેરકાયદેસર પ્રોહીબિશન જુગાર અને નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી પર કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ જરૂરી સૂચનાઓ આપી હતી.આ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સપેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા (લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અરવલ્લી-મોડાસા) ની અધ્યક્ષતા હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર વી ડી વાઘેલા અને પોલીસ સબ ઇન્સપેક્ટર વી જે તોમર સહિતની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના વેણપુર ગામની સીમમાં શામળાજી બ્રિજ પાસે નાકાબંધી અને પ્રોહીબિશન વોચ કરી હતી.નાકાબંધી દરમિયાન રાજસ્થાનના રતનપુર તરફથી આવતી એક સફેદ રંગની હોન્ડા જાઝ ગાડી (રજિસ્ટ્રેશન નંબર GJ18BK5691) ને રોકવા ઇશારો કરતાં ચાલકે ગાડી રોકવાને બદલે યુટર્ન મારી રોંગ સાઇડે વેણપુર તરફ ભગાડી દીધી હતી. પોલીસે ગાડીનો પીછો કરતાં ચાલકે વેણપુર ગામની સીમમાં રોડ પર ગાડી મૂકી દીધી અને અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. પોલીસે ગાડીની આગળ-પાછળની નંબર પ્લેટ તપાસતાં તે ખોટી હોવાનું અને ગાડીનો સાચો નંબર RJ27CG0865 હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગાડીમાંથી GJ05RB3034 નંબર વાળી બે આર.ટી.ઓ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ પણ મળી આવી હતી..

આ ઘટનામાં પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૩ પેટીઓ, જેમાં બોટલ અને ટીન નંગ-૯૮૪ સહિત કુલ કિંમત રૂ.૨,૭૩,૬૦૦/-નો પ્રોહીબિશન મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત ગાડીની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ.૭,૭૩,૬૦૦/- છે. ભાગી ગયેલા આરોપી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેકટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેશસિંહ દીપસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હાર્દિકકુમાર અરવિદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ધનરાજસિંહ ગીરવતસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
📲Get App