🔥 ट्रेंडिंग ਬੇਰੁਜ਼ਗਾਰ ਨੌਜਵਾਨਾਂ ਲਈ ਮੁਫ਼ਤ ਸਕਿਉਰਟੀ ਗਾ... 1 ਕਿਲੋ 250 ਗ੍ਰਾਮ ਅਫ਼ੀਮ ਸਮੇਤ ਰਾਮਪੁਰਾ ਦਾ... गंगापुर सिटी में स्वदेशी जागरण मंच ने... हांसपुर के वार्ड 6 में टूटी सड़क पर ग्... रजस्थान में तेज़ गति से चलती ट्रक ने म... अशोक गहलोत ने भजनलाल सरकार पर हमला किय...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન, ૧૦ ડિસેમ્બર સુધી યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો.

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 23 नव. 2026, 05:36 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અને શૌચાલયના નિયમિત ઉપયોગ અંગે વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ચાલનારા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં રંગોળી, દિવાલ લેખન, સમુદાય સ્વચ્છતા અભિયાન અને શાળા કક્ષાના જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શૌચાલયના નિયમિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ખુલ્લામાં શૌચક્રિયાની પ્રથા બંધ કરવા નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.

સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે નાગરિકોની સહભાગિતા સાથે નર્મદા જિલ્લામાં આ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
📲Get App