स्थानीय
સંતરામપુરના ભંડારા ગામમાં દેવ દિવાળીએ ડોલ-થાળી સાથે ઉજવ્યું અનોખું ઢોલ-નાચ
ભંડારા ગામમાં દેવ દિવાળીની પૂર્વ રાત્રે યુવાનો ઢોલ, થાળી અને કુંડી લઈને ઘરે ઘરે જઈ ઢોલ-નાચ કરે છે, જે તહેવારને આનંદમય બનાવે છે.
સંતરામપુરના ભંડારા ગામમાં દેવ દિવાળીની પૂર્વ રાત્રે ડોલ-થાળી સાથે અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રથા ગામની રીતી-રિવાજ મુજબ વર્ષોથી ચાલતી આવી છે.
ગામના યુવાનો રાત્રે ઢોલ, થાળી અને કુંડી લઈને દિવાળીનો ઢોલ વગાડતા અને આદિવાસી ભીલની પરંપરા પ્રમાણે નાચતા કુદતા ઘરે ઘરે જઈ ઢોલ નાચ કરે છે, જે તહેવારને આનંદમય બનાવે છે.
ઢોલ નાચમાં કોઈ પણ ભાગ લઈ શકે છે, પરંતુ વધારે પડતા યુવાનો જ ભાગ લે છે. આ પ્રથા ગામની ભાષામાં 'સાલો માંગવા જાય' તરીકે ઓળખાય છે.
સવારે વહેલા પૂર્વજોના શિરાઓનું પૂજન અને હવન કરવામાં આવે છે, જેમાં ઢોલની શરણાઈ સાથે પૂર્વજોને રિઝવવામાં આવે છે. ગામના આગેવાનો, વડીલો, બેનો અને બાળકો બધા જ લોકો ભેગા થઈને દેવ દિવાળી ને આનંદમય અને ઉલ્લાસભર્યો બનાવે છે.