સાણંદ ના બળિયાદેવ મંદિરમાં પ્રાગટ્ય દિન ની ઉજવણી કરવામાં આવી
સાણંદ ના ૩૦૦ વર્ષ જુના બળિયાદેવ મંદિરમાં બળિયાદેવ મહારાજ ના પ્રાગટ્ય દિન ની ઉજવણી કરવામાં આવી તેમા દેવ ઉઠી એકાદશી ને તુલસી વિવાહ ના પાવન પર્વે કાયૅક્રમ માં માણકોલ ના અમરાપુરી આશ્રમ ના સંત સદાશિવ બાબા તેમજ રામકૃષ્ણ મઠ લેખબાના અધ્યક્ષ પ્રભુસેવાનંદજી મહારાજ તેમજ ગાયત્રી આશ્રમ ના સાધ્વી સુર્યા દેવી તેમજ સાણંદ બાવળા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ તેમજ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ સાણંદ નગરપાલિકા પ્રમુખ ધુમીનભાઈ દોશી હાજર રહયા હતા ને સાંજે પુજન હવન ને મહા આરતી થય હતી ને સર્વે સંતો એ આશિર્વચન ને શુભેચ્છાઓ પાઠવી હતી,,