🔥 ट्रेंडिंग भोपाल के ऐशबाग एरिया में जनता के क्यूट... દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીનું દુઃ... दोन दिवसांची बहुजन आघाडीची संविधान सन्... ताप्ती वार्ड में जल निकासी की समस्या ह... రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనుల... आबूरोड में महिला को चूल्हे पर लिटाकर ज...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદામાં ‘ધરતી માતા બચાવો અભિયાન’ની પ્રથમ બેઠક યોજાઈ, જમીનની ફળદ્રુપતા જાળવવા ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા કલેક્ટર ગંગા સિંઘનો ભાર

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 23 नव. 2026, 06:13 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂતો રાસાયણિક ખાતરોનો જરૂરિયાત મુજબ અને સંતુલિત ઉપયોગ કરે તેમજ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તેવા હેતુથી નર્મદા જિલ્લામાં ‘ધરતી માતા બચાવો અભિયાન’ની જિલ્લા નિગરાની સમિતિની પ્રથમ બેઠક કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં અભિયાનના અમલીકરણ, રાસાયણિક ખાતરોના વપરાશ, વિતરણ અને સપ્લાય વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને ડિજિટલ ખાતર વિતરણ વ્યવસ્થા અને ઓનલાઈન પ્રિ-બુકિંગ અંગે માર્ગદર્શન તથા તાલીમ આપવા પર ભાર મૂકાયો હતો.
કલેક્ટર ગંગા સિંઘે સંબંધિત વિભાગોને સંકલન સાથે કામગીરી કરી ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો મળી રહે અને વિતરણ અંગે ફરિયાદો ન ઊભી થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. સાથે જ પાકની જરૂરિયાત અને જમીનની સ્થિતિ મુજબ ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તથા વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનની ગુણવત્તાને થતું નુકસાન અટકાવવા ખેડૂતોમાં જનજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
અભિયાનનો મુખ્ય હેતુ જમીનનું સ્વાસ્થ્ય જાળવી ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રામ્યથી જિલ્લા કક્ષા સુધીની નિગરાની સમિતિઓ અને ખેડૂતોના સહિયારા પ્રયાસોથી અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા ભાર મૂકાયો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, જિલ્લા ન્યાય સમિતિના અધ્યક્ષા શકુંતલાબેન વસાવા, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.કે. શિનોરા, જિલ્લા ખેતીવાડી અધિકારી (વિસ્તરણ) સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App