🔥 TRENDING गुढ़ाचंद्रजी-हिंडौन मार्ग पर टेपर और ग... करौली की यातायात पुलिस ने सड़क से ठेले... Delhi Man Stabs Five Police Officers a... India to Observe School Holiday on Nov... Virtual Hearings Allowed, Yet 45 Distr... Chhattisgarh to Experience Nighttime T...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

વલસાડમાં પોલિયો અભિયાન: ૮૫.૮૬ ટકા સિધ્ધિ, કલેકટરે કરી કામગીરીની સમીક્ષા

✍️ Reporter: Makvana Chandravadan bahadurbhai 🗓 23 Nov 2026, 07:04 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લા કલેકટર નિતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને પલ્સ પોલિયો અભિયાનની સ્ટીયરીંગ કમિટી બેઠક મળી, જ્યાં ૧,૫૨,૩૮૧ બાળકોને રસી આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી.

વલસાડ જિલ્લા કલેકટર નિતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સોમવારે સવારે ૧૧-૩૦ કલાકે પલ્સ પોલિયો અભિયાન કામગીરીની સમીક્ષા અંગે સ્ટીયરીંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ રવિવારે પોલિયો રસીકરણની થયેલી કામગીરી અંગે વિગત મેળવી હતી અને ત્યારબાદ ઘરે ઘરે થનારી કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

ભારત પોલિયો મુક્ત થઈ ગયો હોવા છતાં, વિદેશોમાં રહેલી પોલિયોની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ૦ થી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવા માટે રવિવારે તા. ૨૨ નવેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું કે, જિલ્લામાં ૭૧૦ પોલિયો બુથ, ૧,૪૨૦ ટીમો અને ૧૪૨ સુપરવાઈઝર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ સિવાય બસ ડેપો અને રેલવે સ્ટેશન સહિતના ૧૨ ટ્રાન્ઝિટ પોઈન્ટ ઉપર પણ બુથ ગોઠવવામાં આવ્યા હતા.

આ અભિયાન દરમિયાન એક જ દિવસમાં ૧,૭૭,૪૮૨ના લક્ષ્યાંક સામે ૧,૫૨,૩૮૧ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી ૮૫.૮૬ ટકા સિધ્ધિ મેળવી હતી. બાકી રહેલા લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આરોગ્ય કર્મીઓની ટીમ બે દિવસ સુધી હાઉસ ટુ હાઉસ ફરી રહી છે અને બાકી રહી ગયેલા બાળકોને શોધી શોધીને પોલિયોના ટીપાં પીવડાવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો અંગે થઈ રહેલી કામગીરી અંગે જિલ્લા કલેકટર નિતિન સાંગવાને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એક પણ બાળક બાકી ન રહે તે માટે તકેદારી રાખવા સૂચવ્યું હતું, ખાસ કરીને જે બાળકો કામ-ધંધાની શોધમાં સ્થળાંતરિત થતા હોય તેમને વંચિત ન રહે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, ઈન્ચાર્જ એડીએચઓ ડો. એચ.પી.સિંઘ, જિલ્લા લેપ્રસી અધિકારી ડો. જયશ્રી ચૌધરી, વલસાડ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ટન્ટ ડો. ભાવેશ ગોયાણી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલ સહિત શિક્ષણ, આઈસીડીએસ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App