Local
ભુજ-ખાવડા માર્ગ પર ગમખ્વાર અકસ્માત બાદ તંત્રે સુરક્ષા પગલાં લીધા
ગતરોજ ભુજ-ખાવડા માર્ગ પર ૭ લોકોના મૃત્યુ સાથે થયેલા અકસ્માત પછી કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી ઉચ્ચ અધિકારીઓએ માર્ગનું નિરીક્ષણ કરી સુરક્ષા વધારવા પગલાં લીધા.
ગતરોજ કચ્છના ભુજ-ખાવડા માર્ગ પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં કરુણ મોત થયા, જેનાથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ.
આ દુઃખદ ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્રે માર્ગ સુરક્ષાને લઈને ગંભીરતાથી કામગીરી હાથ ધરવામાં આવી. કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ આજે ઉચ્ચ અધિકારીઓએ ભુજથી ખાવડા સુધીના સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સંયુક્ત નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ જોખમી વળાંકો, જરૂરી સાઈન બોર્ડ, ટ્રાફિક નિયંત્રણ અને માર્ગની સ્થિતિ સહિત અકસ્માતની સંભાવના ધરાવતાં સ્થળોની ઝીણવટભરી સમીક્ષા કરી, ખાસ કરીને ગમખ્વાર અકસ્માત થયેલા સ્થળની મુલાકાત લીધી.
ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો.