🔥 TRENDING જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અ... Mexico ''ਚ ਡਰੱਗ ਕਾਰਟੈਲ ਆਗੂ ਦੀ ਗ੍ਰਿਫ਼ਤਾ... કેશોદ-બાલાગામ રોડ પર કારમાં આગ, ત્રણના... Jayasurya’s ‘Mayan Chapter 1’ Trailer... *सिंचाई के पानी की कमी से बदला खेती का... Yash Raj Films launches Punjab casting...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાદેડી પાસે રસ્તામાં મસમોટા ખાડા, વાહનચાલકો હેરાન : તાત્કાલિક મરામતની માંગ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Nov 2026, 09:08 AM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેણાદરીયા ગોરાડા ચોકડીથી ગઢા રાજગઢ જતા માર્ગ પર પાદેડી ગામ પાસે મસમોટા ખાડાઓ પડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. રસ્તાની હાલત બિસ્માર બનતા અવરજવર કરનાર વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાદેડી ગામ પાસે આવેલ રાઈસ મીલ સામે આર.સી.સી. રોડનું કામકાજ કરવામાં આવેલ હતું. હાલ આ રોડ પણ તૂટી ગયો હોવાથી વાહનચાલકો તેમજ મુસાફરો માટે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.

સીમલીયાથી લુણાવાડા અવરજવર કરવા માટે આ મુખ્ય માર્ગ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત પાદેડી રામપુર ગામમાંથી પસાર થતો રોડ પણ બિસ્માર બન્યો હોવાથી અને મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પડેલા મસમોટા ખાડાઓનું યુદ્ધના ધોરણે મરામત કરવામાં આવે તેવી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોની ઉગ્ર માગ વર્તાઈ રહી છે.
📲Get App