ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેલર-કાર વચ્ચે ભયાનક અકસ્માત
यहाँ देखें:
▶️ YouTube
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 5થી વધુ લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારમાં સવાર નાના બાળકો, મહિલા સહિત અન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આશંકા છે કે કારમાં સવાર લોકો એક જ પરિવારના સભ્યો હતા. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ રસ્તા પર મૃતદેહો વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા. ઘટનાના ભયાનક દૃશ્યો સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.