🔥 TRENDING Cyclone Akvan Brings Heavy Rain to Kol... ಭಾರತ 95 ರನ್ ಮುನ್ನಡೆ, ರಾಹುಲ್ 136 ರನ್ ಶತ... ਗਾਜਿਅਾਬਾਦ ਦੇ ਲੋਨੀ ਵਿੱਚ ਸਦੱਦਾਮ ਨਾਮਕ ਯੁਵ... શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુના... ಬಾಂಗ್ಲಾದೇಶವಿರುದ್ದ ಜಯದೊಂದಿಗೆ ದಕ್ಷಿಣ ಆಫ್... Jharkhand CM orders review of teachers...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં ગૃહમંત્રીના આદેશથી ડ્રગ્સ કાર્ટેલ પર કડક કાર્યવાહી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 12:15 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ, સાબરકાંઠા પોલીસ આગામી મહિનાથી ડ્રગ્સ પેડલરો અને સેલરો સામે સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીમાં છે..

સાબરકાંઠામાં-:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશને અનુસરીને, સાબરકાંઠા જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) અને એન્ટી નાર્કોટિક્સ ટીમે ડ્રગ્સ પેડલરો સામે સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી શરૂ કરી છે.પાછલા પાંચ મહિનામાં પોલીસએ સાબરકાંઠા જિલ્લામાં 4.5 કરોડ રૂપિયાની ગાંજો,હાઇબ્રિડ લિક્વિડ ગાંજો, ચરસ અને MD ડ્રગ્સની જથ્થો જપ્ત કર્યો છે. 2025ના છેલ્લા ક્વાર્ટરમાં લાખો રૂપિયાની MD ડ્રગ્સ પણ પકડાઈ હતી.ઇરફાન પઠાણ અને દીવાન જેવા વ્યક્તિઓને અનેક વખત MD ડ્રગ્સ અને ચરસ સાથે પકડવામાં આવ્યા છે,જે સ્થાનિક સેલરો અને પેડલરોના નેટવર્કને દર્શાવે છે..

પોલીસે ડ્રગ કારોબારથી ઊભી કરેલ સંપત્તિ પર કાર્યવાહી માટે રોડમેપ તૈયાર કર્યો છે અને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સહાયથી માહિતી એકત્ર કરી રહી છે. સબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ SOG અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ કાર્યરત છે.SOG પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળાએ જણાવ્યું કે ટેકનિકલ સહાયથી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ પેડલર અને સ્થાનિક સેલરો દ્વારા ઊભી કરાયેલ સંપત્તિનો પણ પૂરેપૂરો કયાસ કાઢવામાં આવશે.
📲Get App