🔥 ट्रेंडिंग महापालिके की अतिक्रमण हटाव मोहीम सोमवा... प्रधानमंत्री मोदी की सोना‑खरीद टालने क... अम्बेडकरनगर प्रेस क्लब में टाण्डा कोतव... भगवत नगर न्यूज़ कार्तिकी एकादशीवर भाविकांची अलोट गर्दी... राज्यात ३१० तालुके दुष्काळग्रस्त, मग म...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બસ સ્ટેશનની આડેધડ પાર્કિંગ અને ટોઇંગની કાર્યવાહી પર પ્રશ્નો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 नव. 2026, 01:35 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બસ સ્ટેશનની સામેની આડેધડ પાર્કિંગ અને ટોઇંગની કાર્યવાહી અંગે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસને સ્પષ્ટતા માંગવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
હિંમતનગર બસ સ્ટેશન સામે મુલકી કોમ્પ્લેક્ષની બાજુમાં નોકરિયાત વર્ગ અને કોલેજના વિદ્યાર્થીઓ પોતાના વાહનો આડેધડ રીતે પાર્ક કરે છે,જેનાથી ટ્રાફિકમાં અવરોધ થાય છે,સ્થાનિકોનો દાવો છે.મુલકી કોમ્પ્લેક્ષ પાસે નિયમસર પાર્કિંગ માટે સ્થળ છે,પરંતુ ત્યાં પણ વાહનોનું અયોગ્ય પાર્કિંગ થાય છે, અને ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર સામાન્ય નાગરિકો પર જ ટોઇંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેનાથી વાહનચાલકોમાં રોષ ઉભો થયો છે..

આ સ્થિતિને લઈને નગરપાલિકા અને ટ્રાફિક પોલીસને નિયમો સૌ માટે સમાન રીતે લાગુ થાય છે કે નહીં, અને આડેધડ પાર્કિંગ અને દબાણો સામે કડક કાર્યવાહી ક્યારે થશે,એ બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી છે.સ્થાનિક અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું કડક અમલ કરે અને પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરે,જેથી રસ્તાઓ સુરક્ષિત અને અવરોધમુક્ત રહે.
📲Get App