🔥 TRENDING अनुमंडल पदाधिकारी ने जलालगढ़ प्रखंड‑सह... BJP tussle over Udaipur Zila Pramukh a... बजाज कंपनीत बसने कामगाराचा मृत्यू, वाळ... PM Modi lands at Patna airport, set to... फारबिसगंज से जोगबनी तक बाल विवाह व नशा... Third Boat Fire in 15 Days at Omkaresh...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘારી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતાઃ ૫ ડિસેમ્બર સુધી અરજી કરવા અનુરોધ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Nov 2026, 12:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘારી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતાઃ ૫ ડિસેમ્બર સુધી અરજી કરવા અનુરોધ

અમરેલી, તા.૨૧ નવેમ્બર
પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના ઘારી તાલુકાના ડાભાળી પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૪૪ (પ્રથમ પ્રયત્ન) નવી વસાહત પ્રાથમિક શાળા કેન્દ્ર નં.-૫૭ (પ્રથમ પ્રયત્ન) હરીપરા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૬૨ (દ્વીતિય પ્રયત્ન) ગીગાસણ પ્રાથમિક શાળા કેન્દ્ર નં.-૨૩ (દ્વીતિય પ્રયત્ન)માં સંયાલકની આવશ્યકતા છે. આ જગ્યા માટે પસંદ થનાર સંચાલનોને માનદ વેતન ચૂકવવામાં આવશે. જાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષ હોવી જોઈએ. જેના આધાર તરીકે જન્મનો દાખલો અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ અરજી સાથે જોડવાના રહેશે. સરકારના શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો અને ગાઈડલાઈન મુજબ સંચાલકની જગ્યાએ ઓછામાં ઓછા ૧૦ ધોરણ પાસ અને જો જે જે ગામમાં ૧૦ ધોરણ પાસ ઉમેદવાર ન મળે તો. ધો. ૦૭ પાસ ઉમેદવારને નિમણૂક આપી શકાશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન ઘારી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ તા. ૧૮-૧૧.૨૦૨૬ સુધીમાં મેળવી લેવું. જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી, ઘારીની રજીસ્ટ્રી શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. નિયમ મુજબની અરજી,લાયકાત, વય મર્યાદા તથા સરકારના ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે તેમ મામલતદારશ્રી ઘારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App