🔥 TRENDING വിലക്കയറ്റം നിയന്ത്രിക്കാന്‍ സര്‍ക്കാര... नारौली डांग में धूमधाम से हुआ भगवान शा... ಕಿತ್ತೂರು ರಾಣಿ ಚನ್ನಮ್ಮ ವಿಜಯೋತ್ಸವಕ್ಕೆ ಶ್... अरवल पुलिस ने ऑपरेशन मुस्कान के तहत शन... Jaishankar lauds expanding India‑Bulga... Nagaland CM Neiphiu Rio Attends 50th A...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક હિંમતનગરમાં યોજાઈ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 05:12 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષસ્થાને હિંમતનગર કલેક્ટર કચેરીમાં વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષસ્થાને હિંમતનગર કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ સિંચાઈનું પાણી,નેશનલ હાઈવે,સર્વિસ રોડ,માર્ગ મકાન વિભાગનાં કામો સહિતના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા.કલેક્ટરે સંબંધિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નોનું ઝડપી અને સંતોષકારક નિરાકરણ લાવવા સમયમર્યાદા સાથે સંકલન કરીને કાર્યવાહી કરવાની સૂચના આપી..

આ ઉપરાંત સરકારી કચેરીઓનાં આંતરિક પ્રશ્નો,નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શન કેસો અને સરકારી લેણાંની વસૂલાત અંગે પણ સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ,જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App