નર્મદામાં એન્ટીબાયોટિકના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ રેલી યોજાઈ
વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા ખાતે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી રેલીને ADHO હેતલ ચૌધરી સહિતના અધિકારીઓએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક, સ્ટેશન રોડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીનું સમાપન અર્બન હેલ્થ સેન્ટર, રાજપીપળા ખાતે થયું હતું.
રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, MPHW, આશા કાર્યકરો અને મોબાઈલ મેડિકલ યુનિટના કર્મચારીઓ જોડાયા હતા. પોસ્ટરો અને બેનરો દ્વારા નાગરિકોને એન્ટીબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ ટાળવા તથા ડૉક્ટરની સલાહ મુજબ જ દવાઓ લેવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તા. ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન ઉજવાઈ રહેલા આ જાગૃતિ સપ્તાહની સાથે તા. ૨૨થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.