🔥 ट्रेंडिंग तेलंगाना के केटीआर ने कांग्रेस के रेवन... जालोर में कांग्रेस जिलाध्यक्ष रमीला मे... करनदीप कोचर ने गगनजीत भुल्लर की जीत की... छात्र को माँ ने भेजे अंडों से मिली चार... तेलंगाना में सुपरबैक्टेरिया संक्रमण मे... इंडिया ए के ओपनर वैभव सूर्यवंशी का नेप...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમરેલીમાં ખેડૂત ખેતરોમાં સીમચોરીમાં વધારો, તસ્કરો કપાસ, સોલાર પેનલ અને અન્ય કિંમતી સાધનોની ચોરી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 21 नव. 2026, 07:57 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં તાજેતરમાં ખેતરોમાં સીમચોરીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા અને નુકસાન થયું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. મંદિરો અને રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા બાદ હવે તસ્કરો ખેતરો તરફ વળ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કપાસ, સોલાર પેનલ, મોટર, કેબલ, પાઈપલાઈન અને અન્ય કિંમતી સાધનોની ચોરી થઈ રહી છે. રાત્રિના સમયે ખેતરમાં કોઈ હાજર ન હોય ત્યારે તસ્કરો ટોળકી બનાવીને આવીને માલસામાન ઉઠાવી જાય છે. કેટલાક વિસ્તારોમાં મંદિરોમાંથી પણ દાનપેટી અને ઘંટ જેવી વસ્તુઓની ચોરી થયેલી છે.

ખેડૂતોનું કહેવું છે કે આખા વર્ષની મહેનત બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં હોય ત્યારે જ ચોરી થઈ જાય છે, જેથી તેમને મોટું નુકસાન ભોગવવું પડે છે. ‘રાત્રે ખેતરમાં સૂવું કે ઘરે રહેવું?’ એવી સ્થિતિ સર્જાઈ છે, અને અનેક ખેડૂતોએ પોતાના ખર્ચે ખેતરમાં CCTV અને લાઈટની વ્યવસ્થા કરવી પડી રહી છે.

ખેડૂતો અને ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે પોલીસનું નિયમિત પેટ્રોલિંગ વધારવા, તસ્કર ટોળકીને ઝડપી પાડવા અને ચોરીના બનાવો રોકવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તંત્ર દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આમ છતાં સીમચોરીના બનાવો અટકવાનું નામ નથી લેતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે.
📲Get App