🔥 TRENDING Nagaur Zila Parishad 2026: Vote Counti... Tamil Nadu Leaders Pay Final Tribute t... Sportstar Releases Full Schedule for S... Datia By‑polls Sees 61% Voter Turnout... Family Members Gain Right to Repurchas... Dera Byaas chief Baba Gurinder Singh D...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં વિશ્વ શૌચાલય દિવસ ૨૦૨૬ માટે નવી જાહેર શૌચાલયનું લોકાર્પણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 11:39 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાએ ખાડિયા વિસ્તારમાં નવી જાહેર શૌચાલયનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબના વરદ હસ્તે કર્યું, જે સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું છે..

સાબરકાંઠામાં-:
વિશ્વ શૌચાલય દિવસ ૨૦૨૬ ની ઉજવણીમાં હિંમતનગર નગરપાલિકાએ ખાડિયા વિસ્તારમાં નગરપાલિકાની પાછળ નવી જાહેર શૌચાલયનું લોકાર્પણ કર્યું.લોકાર્પણ માનનીય ધારાસભ્ય વી ડી ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું..

આ પહેલનો હેતુ શહેરના નાગરિકોને સ્વચ્છ,સુઘડ અને સુવિધાયુક્ત જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે,જે સ્વચ્છ અને સ્વસ્થ હિંમતનગરના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.આપણે સૌ મળીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનીએ અને હિંમતનગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવીએ.

સ્વચ્છ હિંમતનગર, સુંદર હિંમતનગર!
📲Get App