🔥 ट्रेंडिंग दाहोद के त्विषा चिल्ड्रन्स हॉस्पिटल मे... When Will Government Schools Be Freed... हिमंत ने दिल्ली में विदेश मंत्री से मु... डेनमार्क ने यूएस और ग्रीनलैंड के साथ स... नागालैंड में बच्चों में विटामिन A की क... अमर फाल्कन ने भारत से अफ्रीका तक 3,000...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

મહીસાગરના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર: આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ૩ નવી બાગાયતી યોજનાઓ હેઠળ અરજીઓ શરૂ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 20 नव. 2026, 05:27 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર: આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન ૩ બાગાયતી યોજનાઓ હેઠળ અરજીઓ શરૂ
*****
મહીસાગર જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત ખાતાની મંજુર થયેલ નવી ત્રણ યોજનાઓનો રાજ્યના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહતમ લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું નક્કી થયેલ છે.

નવીન ત્રણ બાગાયતી યોજનાઓ (ઘટકો): ૧. બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે) ૨. ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ મહીસાગર જિલ્લાના (તમામ જાતિના ખેડૂતો માટે) તથા ૩. રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ( ફક્ત અનુસુચિત જાતિના ખેડૂતો માટે) હેઠળ જણાવવાનું કે, સરકારશ્રીની આ નવીન બાબત તરીકે મંજૂર થયેલ યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તા. ૧૬.૧૧.૨૦૨૬ થી તા. ૩૦.૧૧.૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહીત જીલ્લાની કચેરી (સરનામું – નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નંબર-૧૪, પહેલો માળ, સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા, જી. મહીસાગર, ફોન.નં. ૦૨૬૭૪-૨૫૦૪૨૫) ખાતે રજુ કરવાની રહેશે. જેની મહીસાગર જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોએ નોંધ લેવી.
📲Get App