🔥 TRENDING સુરતમાં મધ્યરાત્રી અડધી હથિયારબંધ: પરવ... स्वास्थ्य विभाग ने जोगबनी के निजी अस्प... बिलासपुर के मार्क अस्पताल में औषधि विभ... जनपद शाहजहाँपुर* *सराहनीय कार्य दिनांक... ठंढ आते ही शहर में चोर का तांडव शुरू Keerthy Suresh Clarifies Why She Didn'...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર કડીયાળીના રસ્તે રેલવે ફાટકના પાટાને અડીને ભવ્ય સત્યનારાયણ ભગવાનની મહાપુજા નો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Nov 2026, 07:56 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર કડીયાળીના રસ્તે રેલવે ફાટકના પાટાને અડીને ભવ્ય સત્યનારાયણ ભગવાનની મહાપુજા નો કાર્યક્રમ યોજાયો
રાજુલા : રાજુલાથી ત્રણ કિલોમીટર દૂર કડીયાળીના નાળા રસ્તે રેલવે ફાટક નંબર 10 ના પાટાને અડીને જ્યાં નાળું અને રસ્તો આવેલો છે ત્યાં આ વિસ્તારના ખેડૂત આગેવાન નેતા જે ખેડૂતોના પ્રશ્નો સતત આપતા એવા ઘનશ્યામભાઈ મશરૂની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા ભવ્ય સત્યનારાયણ ભગવાનની કથાનો કાર્યક્રમ યોજાયો હતો આ કથા વિદ્વાન શાસ્ત્રી દ્વારા વાંચવામાં આવી હતી અને મહાપુજા પૂર્ણ કરવામાં આવી હતી
આ પ્રસંગે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો ગાડા અને બળદ લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાજુલા પંથકના આસપાસના ગામોના ખેડૂતો પણ આ કથામાં જોડાયા હતા
શ્રી સત્યનારાયણની મહાપુજા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે સત્યનારાયણ એટલે સત્યના સ્વરૂપ ભગવાન વિષ્ણુ સાચા મનથી કથા સાંભળવાથી મન શુદ્ધ થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અટકેલા કામો પૂર્ણ થાય છે અને ભગવાનની કૃપાથી જીવનમાં સફળતા મળે છે ખેડૂતો માટે આ કથાનું વિશેષ મહત્વ છે કારણ કે ખેડૂતનો આધાર જમીન પાણી વરસાદ અને પ્રકૃતિ ઉપર છે એટલે જ ખેડૂતો દરેક શુભ કામની શરૂઆત ભગવાનના નામથી કરે છે અને પોતાની વ્યથા ભગવાન સમક્ષ મૂકે છે
આ કથા દ્વારા ભોળા ખેડૂતોએ જગતના તાત એવા ભગવાન પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી કે ખેડૂતોને સમૃદ્ધિ મળે ખેતીમાં સારો પાક થાય કૂવાઓમાં બારેમાસ પાણી રહે કૂવાઓમાં પાણી ટકી રહે રેલવે તંત્ર દ્વારા આધુનિક નાળાનું કામ ઝડપી થાય નાળાનું કામ સમયસર પૂર્ણ થાય ખેડૂતોનો વિકાસ થાય ખેડૂતો દેણામાં ન ડૂબે કોઈ ખેડૂત લેણામાં ન ડૂબે અને દરેક ખેડૂત પરિવારમાં આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે
ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારી માંગણી મોટી નથી અમને ફક્ત પાણી રસ્તો નાળું અને અમારા હક્કનું કામ સમયસર મળે એટલી જ આશા છે અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે રેલવે તંત્ર અમારી વાત સાંભળે અને નાળાનું કામ જલ્દી પૂર્ણ કરે જેથી વરસાદમાં ખેતરોમાં પાણી ભરાય નહીં રસ્તો બંધ થાય નહીં કૂવાઓમાં પાણી રહે અને આવન જાવનમાં તકલીફ ન પડે અમારી મહેનત પાણીમાં ન જાય
ઘનશ્યામભાઈ મશરૂએ જણાવ્યું હતું કે ખેડૂત એકતા જ અમારી તાકાત છે અમે શાંતિપૂર્ણ રીતે ભગવાનના આશીર્વાદથી અમારી વાત રજૂ કરી છે અમને વિશ્વાસ છે કે અમારી પ્રાર્થના પુજા સફળ થશે ખેડૂતોએ ઘનશ્યામભાઈ મશરૂના શબ્દોમાં આંદોલન ન કરવું પડે અને સરકાર આવી રીતે આકથા પૂજા નો અવાજની નોંધ લે અને નાણાનો પ્રશ્ન હલ કરવો જોઈએ અને ખેડૂતોને ન્યાય મળશે ખેડૂતોને સમૃદ્ધિ મળશે અને ખેડૂતોનો વિકાસ થશે આ પૂજા વિધિમાં સુરેશદાદા શિક્ષકે પૂજા વિધિ કરાવી હતી અને પૂજા નો લાભ બાલુભાઇ બલદાણીયા બોઘાભાઈ સોલંકી ભગવાનભાઈ બલદાણીયા વાલાભાઈ સોલંકી જીવાભાઇ સોલંકી જીવાભાઇ કવાડ હકુભાઈ કવાડ બાબુભાઈ કાતરીયા ગુણાભાઈ જીંજાળા સહિત અનેક ખેડૂતોએ લાભ લીધો હતો જલ્દીથી આ પૂજા નો અવાજ સરકાર સુધી રેલવે તંત્ર સુધી ઉંચી અને મોટું નાળુ કરે આંદોલન ન કરવું પડે તેમ ઘનશ્યામભાઈ મસરુએ ખેડૂતો ને સાથે રાખી ઝડપથી કામ પૂરું થાય તેવી પૂજા કરી હતી
અંતે સૌ ખેડૂતોએ સાથે બેસીને પૂજા ગ્રહણ કર્યો હતો અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી
📲Get App